સવારે બાળકોને કોઈ કામ કરવા માટે મજબૂર કરવાથી તેમના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી શકે છે.
ચાલો જાણીએ કે માતા-પિતાએ તેમના બાળકોને સવારે ક્યા કામ બાબતે દબાણ ન કરવું જોઈએ.
બાળકોને સવારે વહેલા ઉઠવાનું દબાણ ન કરવું જોઈએ, આનાથી તેઓ પૂરતી ઊંઘ લઈ શકતા નથી અને થાકેલા રહે છે.
બાળકોને સવારે વહેલા નાસ્તો કરવાનું દબાણ પણ ન કરવું જોઈએ, આમ કરવાથી તેઓ ખોરાકને યોગ્ય રીતે પચાવી શકતા નથી.
સવારે બાળકો સાથે ગંભીર વાતચીત કરવાને બદલે હળવી વાતચીત કરો, જેથી તેમનો મૂળ ફ્રેશ રહે અને ઊર્જાવાન રહે.
તમારે બાળકોને સવારે કસરત કરવાનું દબાણ ન કરવું જોઈએ, તેઓ સવારે કસરત કરવા નથી માંગતા તેઓને અન્ય પ્રવૃતિઓમાં જોડાવા માટે પ્રોત્સાહન કરો.
સવારનો અભ્યાસ બેસ્ટ છે પરતું બાળકોને આ માટે દબાણ ન કરો, આનાથી તેઓને અભ્યાસ પ્રત્યે નકારાત્મકતા વિકસી શકે છે.
આજ કાલના બાળકો મૂડ આધારીત હોય છે, તમે ગમે તે કહેશો તેને અનુકૂળ હશે તે કરશે. તેથી તેની પસંદગી મુજબ તેને કરવા દો.