આંગળીઓના ટચાકા વધારે ફોડવાથી થઈ શકે છે આ બીમારીઓ


By Kajal Chauhan30, Jul 2025 04:53 PMgujaratijagran.com

કેટલાક લોકો હાથના દુખાવા અને થાક દૂર કરવા માટે કામની વચ્ચે આંગળીઓના ટચાકા ફોડતા રહે છે. તબીબી ભાષામાં આ સ્વાસ્થ્ય માટે ખરાબ માનવામાં આવે છે.

આજે અમે તમને જણાવીશું કે જો તમે વધુ ટચાકા ફોડો છો તો તેનાથી તમને કઈ મુશ્કેલીઓ થઈ શકે છે? ચાલો જાણીએ.

આર્થરાઈટિસની બીમારી

જે લોકો કોઈ કારણ વગર વારંવાર આંગળીઓના ટચાકા ફોડતા રહે છે, તેમને આર્થરાઈટિસની બીમારી થઈ શકે છે. તેને ગઠિયા પણ કહેવાય છે. આ બીમારીમાં સાંધામાં સોજો આવવા લાગે છે.

હાડકાં નબળા પડી શકે

આંગળીઓના ટચાકા ફોડવાથી હાથના સોફ્ટ ટિશ્યુઝમાં સોજો આવી શકે છે. જેના કારણે તમારા હાડકાં સમય પહેલા જ નબળા પડી શકે છે. તમારે આવું ન કરવું જોઈએ.

પકડ ઢીલી પડી શકે

જે લોકોને વારંવાર આંગળીઓના ટચાકા ફોડવાથી આદત હોય છે, તેમની હાથની પકડ ઢીલી પડી શકે છે. આ સમસ્યા આગળ જતાં ગંભીર સ્વરૂપ ધારણ કરી શકે છે.

માનસિક રીતે બીમાર

ઘણીવાર આંગળીઓના ટચાકા ફોડવાની આદતને કારણે તમે માનસિક રીતે બીમાર પણ પડી શકો છો. આવા કિસ્સામાં તમારે ડોક્ટરની સલાહ લેવી જોઈએ.

સાંધાનો દુખાવો

જો તમે પહેલેથી જ સાંધાના દુખાવા અથવા સોજાની સમસ્યાથી ઝઝૂમી રહ્યા છો, તો આવા સમયે તમારે ભૂલથી પણ આંગળીઓના ટચાકા ફોડવા ન જોઈએ. તેનાથી સમસ્યા ગંભીર સ્વરૂપ ધારણ કરી શકે છે.

ધાર્મિક દ્રષ્ટિએ પણ ખોટું

સ્વાસ્થ્યની સાથે-સાથે ધાર્મિક દ્રષ્ટિએ પણ આંગળીઓના ટચાકા ફોડવાથી મા લક્ષ્મી તમારાથી નારાજ થઈ શકે છે. આના કારણે તમને ધન સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે.

ગ્રીન ટી પીવાથી શરીરમાં કેવા પ્રકારની અસર થાય છે