મોટા પ્રમાણમાં ખાંડનું સેવન કરશો થશે આ મોટી સમસ્યાઓ


By Smith Taral26, Jan 2024 04:47 PMgujaratijagran.com

વજનમાં વધારો

મોટી માત્રામાં સુગરનુ સેવન કરવાથી વજન વધે છે. જેઓ અતિશય જંક ફૂડ અને પ્રોસેસ્ડ ફૂડનુ સેવન કરે છે તેઓમા વજન વધારો ઝડપી જોવા મળે છે.

હૃદય રોગનું જોખમ વધે છે

વધુ ખાંડવાળા ખોરાક ખાવાથી હૃદય રોગનું જોખમ વઘી જાય છે.

ડીપ્રેશન

ખાંડવાળો નાસ્તો લેવાથી આપણને એના ગળ્યા સ્વાદના લીધે વધુ ખાવાની ઈચ્છા થાય, પરંતુ તે સ્વાસ્થ્ય પર ખરાબ અસર કરે છે. આજકાલ એડલ્ટ ડીપ્રેશની સમસ્યા વધારે ખાંડના સેવનના લીધે વધી રહી છે.

ખીલની સમસ્યા

હાઈ રીફાઈન્ડ કાર્બોહાઇડ્રેટ્સવાળા ખોરાક ખીલની સમસ્યા વધારે છે જેમાં ખાંડવાળો ખોરાક અને ઠંડાપીણાંનો સમાવેશ થાય છે.

You may also like

હવે ચા પણ પીવો અને સુગરની ચિંતા છોડો આ ગ્રીન ટી કરશે સુગર કંટ્રોલ

દવા વગર ડાયાબિટીસ કેવી રીતે કંટ્રોલમાં રાખવું? ચાલો જાણીએ

કેન્સરનું જોખમ

વધુ પડતી ખાંડનું સેવન કરવાથી ઘણા પ્રકારો કેન્સર થવાની શક્યતા રહે છે. ખાંડયુક્ત ખોરાક અને ઠંડાપીણાં ઓબેસીટીનું કારણ બની શકે છે, અને સાથે કેન્સરને થવાની શક્યતા પણ વધી જાય છે

સાંધાનો દુખાવો

સાંધાના દુખાવાથી પીડીત વ્યક્તિઓ ખાંડના સેવનમાં ઘટાડો કરે તો તેમને સાંધાના દુખાવોમાં ઘણી રાહત મળે છે.

ઉંમર ઝડપથી દેખાય છે

મોટી માત્રામાં સુગરનુ સેવન કરવાથી વૃદ્ધત્વ જલદી આવે છે.

ફેટી લીવર

લીવર ખાંડને ગ્લાયકોજેનમાં બ્રેક કરે છે અને વધારાની ખાંડને ચરબી તરીકે શરીરમાં સંગ્રહ કરે છે, વધુ ખાંડનો વપરાશ ફેટી લીવરનુ જોખમ વધારે છે.

શિયાળામાં ધોયા વગર રજાઇમાંથી દુર્ગંધ દૂર કરવાની ટિપ્સ અને ટ્રિક