દ્રાક્ષ ઘણાની ફેવરીટ ફળ હોય છે, એ સ્વાદીષ્ટ અને સ્વાસ્થ્યવર્ઘક ફળ છે. આ બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલને ઘટાડવામાં મદદ કરે છે.
દ્રાક્ષ એન્ટીઓક્સીડન્ટથી ભરપૂર હોય છે, આમા રેડીકલથી થતા નુકસાનને ઓછુ કરે છે. તેમજ કેન્સર જેવી બીમારીના ખતરા સામે લડવાની શક્તી આપે છે.
આજે આપણે જાણીશું ક્યારે તમારે દ્રાક્ષ ખાવાથી બચવું જોઈએ. સાથે એ પણ જાણીશું કે કયા વ્યક્તિઓ દ્રાક્ષ બિલકુલ જ ના ખાવી જોઈએ.
જો તમને કોઈ કારણસર પેટમાં દુખાવો રહેતો હોય તો દ્રાક્ષ ખાવાથી બચવું જોઈએ. પેટમા દુખાવો ઘણાં કારણોસર હોઈ શકે છે, જેમકે ફૂડ એલર્જી, ફુડ પોઈઝનીંગ વગેરે આવે છે, આવી સ્થિતીમાં દ્રાક્ષ ખાવાથી દૂર રહેવુ ફાયદારક છે.
ફુડ પોઈઝનીંગમા વોમીટીંગ અને ડાયેરીયાની તકલીફ રહેતી હોય છે, એમા જો દ્રાક્ષ ખાવામા આવે તો આ સમસ્યા વધી શકે છે.
જો દ્રાક્ષ ખાવાથી જો તમને વોમીટીંગ કે પેટમા દુખાવો રહે તો સમજી લેવું કે તમને દ્રાક્ષથી એલર્જી છે. આવી સ્થિતીમા તમારે દ્રાક્ષ બિલકુલ ના ખાવી જોઈએ.
પ્રેગનન્સી દરમિયાન દ્રાક્ષનું સેવન ખતરનાર હોઈ શકે છે, પ્રેગનન્સીના પ્રથમ ત્રિમાસિકમા આનું સેવન કરવું સારુ માનવામાં આવતું નથી.
જો તમને કિડનીને લગતી કોઈ બીમારી છે તો તમારે દ્રાક્ષનું સેવન ઓછું કરી દેવું જોઈએ.
સ્ટોરી પસંદ આવી હોય તો શેર કરજો. હેલ્થ સંબધિત આવી જ જાણકારી માટે વાચતા રહો ગુજરાતી જાગરણ.