સાંભળીને થોડું નવું લાગે પરંતુ નવરાત્રીના ઉપવાસમાં અવનવું ખાવાનું મન થાય છે. આજે ગુજરાતી જાગરણ તમને જણાવશે કે ફરાળી ફુલકા રોટલી કેવી રીતે બનાવવી.
સાબુદાણા, બાફેલા બટાકા, સેંધા નમક, પાણી.
સૌ પ્રથમ એક મિક્સર જારમાં સાબુદાણા નાખી પાઉડર બનાવી લો.
હવે એક બાઉલમાં બાફેલા બટેકાને ખમણી તેમાં સાબુદાણાનો પાઉડર અને સેંધા નમક ઉમેરો.
હવે તેમાં થોડુ પાણી ઉમેરીને હાથ વડે મિક્સ કરીને લોટ બાંધી લો.
હવે લોટને 15 મિનિટ રેસ્ટ થવા દો અને પછી નાના લૂઆ બનાવી પાટલા પર વણી લો.
હવે એક તવાને ગરમ કરી રોટલી શેકી લો.
તૈયાર છે ફરાળી ફુલકા રોટલી, તમે સર્વ કરી શકો છો. રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી અવનવી રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.