નવરાત્રી આવી ગઈ છે. માતાજીના પ્રસાદમાં બનાવી શકાય તેવા દાણેદાર અને સોફ્ટ થાબડી પેંડાની રેસિપી આજે ગુજરાતી જાગરણ અહીં જણાવશે.
દૂધ, મિલ્ક પાવડર , ખાંડ, ઘી, ઈલાયચી પાવડર, પીસ્તા. તમે ઈચ્છો તો બદામ પણ ઉમેરી શકો છો.
કડાઈને હાઈ ફ્લેમ પર રાખો અને તેમાં દૂધ ઉમેરો. જ્યારે દૂધ થોડું ઘટ્ટ થવા લાગે, ત્યારે તેમાં મિલ્ક પાવડર ઉમેરો. મિલ્ક પાવડર ઉમેરવાથી દાણેદાર ટેક્સચર ઝડપથી તૈયાર થાય છે.
દૂધમાં ખાંડ ઉમેરો અને ખાંડનો રસ થઈ જાય ત્યાં સુધી તેને પકાવો. ખાંડ ઉમેર્યા પછી લગભગ ૫ મિનિટ સુધી તેને ઉકળવા દો. ખાંડ ઉમેર્યા પછી મિશ્રણમાં ઘણું પાણી દેખાશે. આ મિશ્રણ ઘટ્ટ બને અને તેનો કલર સામાન્ય રીતે બદલાય ત્યાં સુધી તેને સતત હલાવતા રહેવું. અહીં ઈલાયચી પાવડર ઉમેરવો.
મિશ્રણનું પાણી બળી જાય અને તે ઘટ્ટ થઈ જાય ત્યાં સુધી તેને પકાવવું. આમાં 5 થી 7 મિનિટનો સમય લાગી શકે છે. લગભગ ૧૫ મિનિટ સુધી ચલાવતા રહ્યા પછી, જ્યારે મિશ્રણ બાઈન્ડિંગ ફોર્મમાં આવી જાય.
જો તમને લાગે કે મિશ્રણમાં થોડું ઘી ઉમેરવાની જરૂર છે, તો થોડું ઘી ઉમેરી શકાય છે. જ્યારે મિશ્રણ કડાઈ છોડવા માંડે, ત્યારે ગેસની ફ્લેમ બંધ કરી દો.
ગેસ બંધ કર્યા પછી, મિશ્રણને એટલું ઠંડુ થવા દો, તમે તેને હાથથી સ્પર્શ કરી શકો. મિશ્રણમાં કોઈ ગઠ્ઠા હોય તો તેને હલકા હાથે પ્રેસ કરીને તોડી દો. રોટલીના લુવાની જેમ મિશ્રણને તેને ગોળ વાળી લો.
હવે તમે પેંડાને હલકા હાથે પ્રેસ કરીને આકાર આપો. તમે કોઈ સિમ્બોલ કે કોઈનની મદદથી પણ પ્રેશ કરી શકો છો. ઉપર સમારેલા પિસ્તાથી ગાર્નિસ કરો. તૈયાર છે તમારા થાબડી પેંડા.