Navratri 2025: નવરાત્રી પહેલાં આ વસ્તુની કરો ખરીદી


By Dimpal Goyal16, Sep 2025 01:05 PMgujaratijagran.com

નવરાત્રી 2025

આ વર્ષે 22 ઓક્ટોબરથી શરૂ થતી નવરાત્રી 2 ઓક્ટોબરે સમાપ્ત થશે. દર વર્ષે શારદીય નવરાત્રી આસો મહિનામાં ઉજવવામાં આવે છે. આ સાથે જ, નવરાત્રી પહેલાં ઘરમાં કેટલીક વસ્તુઓ લાવીને રાખી દેવી જોઈએ. આ વસ્તુઓ મા દુર્ગાની પ્રિય વસ્તુઓને નવરાત્રી પહેલાં ખરીદીને ઘરમાં રાખવી શુભ મનાય છે.

નવગ્રહ યંત્ર

જ્યોતિષશાસ્ત્ર અનુસાર જો આ સમયગાળા દરમિયાન નવગ્રહ યંત્ર ખરીદવામાં આવે તો તેના અનેક લાભ મળે છે. તેની પૂજા કરવાથી કુંડળીમાં નબળા પડેલા તમામ ગ્રહો મજબૂત સ્થિતિમાં આવે છે.

શંખ

મા દુર્ગાને પ્રસન્ન કરવા માટે નવરાત્રી પહેલાં ઘરમાં શંખ ખરીદીને લાવો. નવરાત્રી દરમિયાન ઘરમાં શંખ લાવવો ખૂબ જ શુભ હોય છે.

શૃંગારનો સામાન

મા દુર્ગાના શૃંગારનો સામાન પણ ખરીદી લેવો જોઈએ. આ દરમિયાન ધ્યાન રાખો કે દેવી મા માટે શૃંગારની કુલ 16 વસ્તુઓ હોવી જોઈએ.

સ્વસ્તિક

આ ઉપરાંત ઘરમાં મેટલથી બનેલો સ્વસ્તિક અથવા તેની તસવીર પણ ખરીદી શકો છો. આ વસ્તુઓને યોગ્ય સ્થાન પર મૂકી દો અને નવરાત્રી શરૂ થતાં જ મા દુર્ગાની પાસે રાખી દો.

ચાંદીનો સિક્કો

ચાંદીનો સિક્કો દેવી લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે. નવરાત્રિ દરમિયાન ચાંદીનો સિક્કો લાવવાથી ઘરમાં ધન અને સમૃદ્ધિ આવે છે.

કળશ

કળશની સ્થાપના નવરાત્રીનો એક મહત્વપૂર્ણ ભાગ છે. ઘરમાં માટી, પિત્તળ, ચાંદી અથવા સોનાથી બનેલો કળશ લાવવો શુભ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે તે શુભ પરિણામો લાવે છે.

મા દુર્ગાની મૂર્તિ કે ફોટો

નવરાત્રી દરમિયાન તમે મા દુર્ગાની મૂર્તિ કે ચિત્ર પણ ઘરે લાવી શકો છો. એવું માનવામાં આવે છે કે તેને મંદિરમાં સ્થાપિત કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે અને વાસ્તુ દોષ દૂર થાય છે.

લાલ ચંદનની માળા

લાલ ચંદનની માળા મા દુર્ગાના મંત્રોનો જાપ કરવા માટે શુભ માનવામાં આવે છે. તેને ઘરમાં લાવવાથી મા દુર્ગાના આશીર્વાદ પ્રાપ્ત થાય છે.

વાંચતા રહો

ધર્મ સંબંધિત તમામ સ્ટોરી વાંચવા માટે ગુજરાતી જાગરણ સાથે જોડાયેલા રહો.

શાક જોઈને મોઢામાં પાણી આવી જશે એવું બનેશે દૂધી-દાળનું શાક