પેચોટી ખસવા પર તમને પેટમાં દુખાવો, ખરાબ પાચન અને ઝાડા-ઉલટી જેવી અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. આ ઉપરાંત મહિલાઓને પીરિયડ્સમાં વિલંબ જેવી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.
પેચોટી ખસવા પર હીંગ તમારી મદદ કરી શકે છે. સૌ પ્રથમ હીંગને ગરમ પાણીમાં મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરી લો. જેને પેટ પર હળવા હાથે મસાજ કરો. આમ કરવાથી દુખાવામાં આરામ મળશે.
પેચોટી ખસવાથી થનારા દુખાવાથી રાહત મેળવવા માટે તમે નારિયેળનું તેલ લગાવી શકો છે. જેને હુંફાળુ ગરમ કરીને પેટ પર માલિશ કરવી જોઈએ.
નિયમિત રીતે યોગ કરવો સ્વાસ્થ્ય માટે ફાયદેમંદ નીવડે છે. જે તમારી પેચોટી ખસવાની સમસ્યામાં પણ રાહત અપાવી શકે છે. ધનુરાસન, ત્રિકોણાસન, માર્જરી આસન અને વ્રજાસનનો અભ્યાસ કરો.
જમ્પ કરવાથી તમને પેચોટી ખસવાના કારણે થનારા દુખાવાથી આરામ મળી શકે છે. આ સમયે શરીરનો તમામ ભાર પંજા પર પડવો જોઈએ. 1 વખત જમ્પ કરીને થોડીવાર રોકાઈ જાવ. વધુ વયના લોકોએ જમ્પના કરવો જોઈએ. આમ કરવાથી તેમની સમસ્યા વધી શકે છે.