Remove Cough From Chest: છાતીમાં જમા કફ કેવી રીતે નીકાળશો?


By Sanket M Parekh17, Mar 2025 03:03 PMgujaratijagran.com

શ્વાસ લેવામાં તકલીફ

શરદી અને ઉધરસના કારણે છાતીમાં કફ જમા થઈ જાય છે. જેના પરિણામે ઘણાં લોકોને શ્વાસ લેવામાં તકલીફ થાય છે. જો તમે પણ આ સમસ્યામાંથી મુક્તિ મેળવવા માંગતા હોવ, તો આ ઘરગથ્થુ નુસખો અજમાવી શકો છો.

પ્રાણાયામ કરો

ફેફસાને મજબૂત કરવા અને કફમાંથી મુક્તિ મેળવવા માટે દરરોજ અનુલોમ-વિલોમ અને કપાલભાતિ કરી શકો છો.

હર્બલ ચા

છાતીમાં જામેલા કફને ઓછો કરવા માટે હર્બલ ચા પીવાથી ફાયદો થઈ શકે છે. આ સાથે જ તેમાં આદુ, તુલસી અને મધ મિક્સ કરી શકો છો.

નાસ લેવો

જો તમે ગરમ પાણીથી નાસ લો, તો પણ છાતીમાં જામેલો કફ બહાર નીકળવામાં મદદ મળી શકે છે.

લસણના તેલની માલિશ કરો

છાતીમાં જામેલા કફથી જલ્દી રાહત મેળવવા માટે સરસિયામાં લસણને સાંતળીને તેના ગરમ તેલથી છાતી પર માલિશ કરવી જોઈએ.

કોગળા કરો

જો તમે હુંફાળા પાણીમાં મીઠું ઉમેરીને કોગળા કરો, તો તેનાથી પણ ગળામાં અને છાતીમાં જામેલો કફ ઓછો થવામાં અને ચેપથી રાહત મળી શકે છે.

ડૉક્ટરની સલાહ લો

જો તમને લાંબા સમયથી કફ સબંધિત સમસ્યા રહેતી હોય, તો એક વખત તબીબની સલાહ અચૂક લેવી જોઈએ.

High BP Control: બીપી લેવલ તાત્કાલિક ઘટાડવાની રીતો