ઘરમાં ગરોળી, કીડી અને વંદાનો ત્રાસ વધી ગયો છે? જાણો દૂર કરવાના ઉપાય


By Vanraj Dabhi19, Jul 2025 02:29 PMgujaratijagran.com

જીવજંતુનો ત્રાસ

દરેક ઘરની એક સમસ્યા કોમન હોય છે જે છે ગરોળી, કીડી અને વંદાનો ત્રાસ. આવી જીવાતોથી છુટકારો મેળવવા માટેના અસરકારક ઘરગથ્થુ ઉપાયોની ચર્ચા અહીં કરવામાં આવી છે.

ગરોળીથી છુટકારો

રસોડામાં અથવા જ્યાં ગરોળી વધુ દેખાય છે ત્યાં તમે ઈંડાની છાલ રાખો. ગરોળી તેની ગંધને કારણે ભાગી જાય છે.

કોફી પાવડર અને તમાકુ

કોફી પાવડર અને તમાકુ મિક્સ કરીને નાની ગોળી બનાવો અને તેને ત્યાં રાખો જ્યાં ગરોળી વધુ આવે છે. તે તેમના માટે ઝેરનું કામ કરે છે.

કીડીઓથી છુટકારો

લીંબુના રસમાં થોડું મીઠું મિક્સ કરીને દરવાજા અને બારીઓની આસપાસ લગાવો. કીડીઓ તે રસ્તેથી આવશે પણ નહીં.

તજ પાઉડર

જે જગ્યાએ કીડીઓ વધુ આવે છે, તે જગ્યાએ તજનો પાવડર છાંટો. તેમાં રહેલી ગંધ કીડીઓને દૂર રાખે છે.

વંદાથી છુટકારો

બોરિક પાવડરમાં થોડી ખાંડ મિક્સ કરીને તે જગ્યાએ રાખો જ્યાં કોકરોચ આવે છે. ખાંડ તેમને આકર્ષે છે અને બોરિક પાવડર તેમને મારી નાખે છે.

લીંબુ અથવા નારંગી

લીંબુ અથવા નારંગીની છાલને પાણીમાં ઉકાળીને તે પાણીથી ઘર સાફ કરો. કોકરોચ તેની ગંધથી ભાગી જાય છે.

જાણો, સાવરણી ખરીદવા માટે કયો દિવસ શ્રેષ્ઠ છે?