લોહીને જો પાતળું કરવા માંગતા હોવ તો આ સુપરફુડ્સ ખાવો


By Smith Taral25, Jan 2024 11:59 AMgujaratijagran.com

શિયાળામા લોહી જાડુ થઈ જવાની સમસ્યા રહેતી હોય છે, તેવામા ઘણા લોકો દવાઓ લઈને તેનો ઈલાજ કરે છે. પણ તમને જણાવી દઈએ કે તમે દવા સિવાય આ વસ્તુઓ ખાઈને પણ લોહી પાતળુ કરી શકો છો.

નેચરલી કરો લોહીને પાતળું

નેચરમાંથી મળતા કેટલાક સુપરફુડ ખાઈને તમે લોહીને પાતળું બનાવી શકો છો. આનાથી તમે શરીરની કેટલીક બીમારીઓથી પણ બચી શકો છો. ચાલો જાણીએ એવા કયા સુપરફુડ્સ છે, જે તમને લોહી પાતળું કરવામા મદદ કરશે.

વિટામીન-E યુક્ત વસ્તુઓ

લોહી પાતળુ કરવા કેટલીક પૌષ્ટીક વસ્તુઓ જેવી કે બદામ, સુરજમુખીના બીજ અને પાલકનું સેવન કરી શકો છો. આમાં ભરપુર માત્રામા વિટામીન-E મળે છે, આ લોહીને જામી જતા રોકે છે.

લસણ

શિયાળામા લસણનું સેવન ફાયદાકારક માનવામાં આવે છે, લસણ લોહીને જામીજતા અટકાવે છે. લસણમાં રહેલું પ્રોટીન બ્લડ ક્લાટીંગને અટકાવામાં મદદ કરે છે.

You may also like

શિયાળામાં કાચા લીલા વટાણા ખાવાના અદ્ભુત ફાયદા જાણી લો

શિયાળામાં ખાવો આ 3 ફળ, વઘશે ગૂડ કોલેસ્ટ્રોલ

હળદર

હળદરમાં કરક્યુમીન મળે છે, આમા રહેલું એન્ટી-ઓક્સીડન્ટ સોજા ઓછા કરવામાં મદદ કરે છે. આનાથી બ્લડ ક્લાટીંગને રોકી શકાય છે.

ગ્રીન ટી

ગ્રીન ટીમાં એન્ટી ઓક્સીડન્ટ અને એન્ટી-ઈન્ફલામેટરી જેવી પ્રોપર્ટીસ રહેલી હોય છે. આ લોહીને પાતળું થતા અટકાવે છે. સાથે ગ્રીન ટીથી બ્લડ ફ્લોમા સુધાર કરી શકાય છે.

લાલ મરચું

લાલ મરચાની અંદર કેપ્સાઈન કંપાઉન્ડ મળે છે, જે લોહીને જામી જતા અટકાવે છે. આ બ્લડ સરક્યુલેશનમા સુધાર કરે છે, આનાથી બ્લડ પ્રેશર પણ કંટ્રોલમા આવે છે.

લોહી પાતળું કરવા આ સુપરફુડનું સેવન કરો. સ્વાસ્થ્ય સંબધિત વઘારે જાણકારી માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ.

શિયાળામાં ગરમ પાણીથી ન્હાવાથી મળશે આ અદ્ભુત લાભ