નાસા સુનિતા વિલિયમ્સને કેટલો પગાર અને સુવિધા આપે છે ?


By Kajal Chauhan12, Mar 2025 05:36 PMgujaratijagran.com

સુનિતા વિલિયમ્સ ક્યારે પરત ફરશે

અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અને બેરી બુચ વિલ્મોર 19 અને 20 માર્ચે પાછા આવી શકે છે. તે બંને લગભગ દસ મહિનાથી અવકાશમાં ફસાયેલા છે.

નાસા કેટલો પગાર આપે છે

અવકાશયાત્રીઓને સેલેરી તેમના અનુભવ અને મિશન જવાબદારીઓ પર આધાર રાખે છે. નાસા સુનિતા વિલિયમ્સને કેટલો પગાર અને કઈ સુવિધાઓ આપે છે. ચાલો જાણીએ

ગ્રેડ અનુસાર મળે છે પગાર

નાસા અવકાશયાત્રી તરીકે સુનિતા વિલિયમ્સ યુએસ સરકારના જનરલ શેડ્યૂલ (GS) પગાર ધોરણ હેઠળ આવે છે, ખાસ કરીને તે GS-13 થી GS-15 ગ્રેડ હોય છે.

અવકાશયાત્રીઓનો પગાર

GS-13 અવકાશયાત્રીઓને વાર્ષિક 67 લાખથી 87 લાખની વચ્ચે જ્યારે GS-15 અવકાશયાત્રીઓને વાર્ષિક 70 લાખ રૂપિયાથી 1.27 કરોડ રૂપિયા સુધીનો પગાર મળે છે.

સુનિતા વિલિયમ્સનો પગાર

સુનિતા વિલિયમ્સનો પગાર મહિને 7 લાખ 30 હજારથી 9 લાખ 50 હજાર સુધીનો હોઈ શકે છે.

આ સુવિધાઓ પણ મળે છે

પગારની સાથે નાસાના કર્મચારીઓને ઘણી સુવિધાઓ પણ મળે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર નાસાના કર્મચારીઓને ઘર ભાડું ભથ્થું, કાર લોન, આરોગ્ય વીમો વગેરે જેવી સુવિધાઓ મળે છે.

હોળીમાં વાળ બચાવવા માંગો છો તો આ 6 કામ ભૂલશો નહીં