મધ્ય પ્રદેશના મંદસૌરના ખિલચીપુરામાં કુબેર મંદિર આવેલ છે. આ મંદિરમાં કુબેરજી શિવ પરિવાર સાથે એક જ મંદિરમાં નિવાસ કરે છે.
ઈતિહારકારોના મતે મંદસૌરમાં અનોખા મંદિરમાં સ્થાપિત મૂર્તિઓ સેંકડો વર્ષો જૂની છે. આ મંદિરના ગર્ભગૃહમાં આજે પણ તાળુ લગાવવામાં આવતુ નથી.
ધામના પૂજારીઓના મતે કુબેરજીના આ મંદિરમાં અગાઉ પણ કોઈ દરવાજા ન હતા. આ મંદિરમાં ધનતેરસના દિવસે વિશેષ રીતે પૂજા કરવામાં આવે છે.
ખિલચીપુરા સ્થિત કુબેર મંદિરમાં ધનતેરસના દિવસે સવારે 4 વાગે તંત્ર પૂજ કરવામાં આવે છે. આ પૂજાથી શ્રદ્ધાળોની તમામ મનોકામના પૂરી થાય છે.
ખિલચીપુરાના કુબેર મંદિરમાં કુબેરજીની ચતુર્ભૂજ મૂર્તિ સ્થાપિત છે. તેમના એક હાથમાં ધનની પોટલી, બીજા હાથમાં શસ્ત્ર તથા અન્ય એકમાં ગ્લાસ છે.