ભારતમાં એવા ઘણા સ્થળો છે જે ખૂબ જ ડરામણા માનવામાં આવે છે, ચાલો જાણીએ આવી જ કેટલીક ખતરનાક જગ્યાઓ વિશે.
રાજસ્થાન રાજ્યમાં આવેલ ભાનગઢ કિલ્લો ભારતનો સૌથી ભયાનક ભૂતિયા સ્થળ છે, આ સ્થળે સાંજના સમયે આવા જવાનું બંધ હોય છે.
મુંબઈના પૂણેમાં આવેલ શનિવાર વાડા એક એવી ડરામણી જગ્યા છે, જ્યાં રાત્રે ચીસોના અવાજો આવતા રહે છે.
રાજસ્થાનમાં આવેલું કુલધરા ગામ એક સમયે ખૂબ જ પ્રખ્યાત હતું, પરંતુ હવે આ સ્થળ પરથી ડરામણા અવાજો અને ચીસો સંભળાય છે.
ગુજરાતમાં ડુમસ બીચ એક ભૂતિયા સ્થળ છે, જ્યાં સાંજે એકલા ન જવું જોઈએ,આ બીચની રેતી પણ કાળી અને ડરામણી લાગે છે.
આસામમાં આવેલ જતિંગા વેલી પણ ભૂતિયા સ્થળોમાંથી એક છે, જ્યાં દર વર્ષે ઓક્ટોબર અને નવેમ્બર મહિનામાં હજારો પક્ષીઓના મૃતદેહો જોવા મળે છે.
દિલ્હીમાં આવેલ અગ્રસેનની વાવ જોવા માટે પર્યટકો દરરોજ જાય છે, પરંતુ તમને જણાવી દઈએ કે આ જગ્યા ખૂબ જ ડરામણી માનવામાં આવે છે, એવી માન્યતા છે કે અહીંનું કાળું પાણી લોકોને આત્મહત્યા કરવા મજબૂર કરે છે.
મુંબઈમાં આવેલ મુકેશ મિલ્સમાં 1970માં આગ લાગી હતી જેના કારણે ઘણા લોકોના મોત થયા હતા. ત્યારથી આ વિસ્તાર ખાલી પડ્યો છે, જ્યાં ફિલ્મોનું શૂટિંગ થાય છે, અહીં ઘણા કલાકારોએ પણ નેગેટિવ એનર્જી અનુભવી હતી.
આ બધા સિવાય દિલ્હી કેન્ટ,જીપી બ્લોક,વૃંદાવન સોસાયટી થાણે વગેરે પણ ડરામણા સ્થળોમાં સમાવેશ થાય છે, આવી વધુ સ્ટોરી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.