મિક્સ પરાઠા બનાવવા માટે બાફેલા બટેટા, ચીઝ, કેપ્સિકમ, ડુંગળી, લીલા મરચા. લસણ, ધાણાજીરું, જીરું, અજમો, ઘઉંનો લોટ, મીઠું અને દેશી ઘીની જરૂર પડશે
સૌ પ્રથમ બાફેલા બટાકાને સારી રીતે ક્રશ કરી લો. આ પછી કેપ્સિકમ, ડુંગળી, લીલા મરચાં, લસણ અને કોથમીરને ઝીણા સમારીને ઉમેરો.
બધી વસ્તુઓને બરાબર મિક્ષ કર્યા પછી તેમાં સ્વાદ મુજબ મીઠું, જીરું, અજમો અને પનીર ઉમેરીને મિક્સ કરી બાજુ પર રાખો દો.
હવે એક વાસણમાં ઘઉંનો લોટ લો અને તેમાં અજમો, 2 ચમચી ઘી ઉમેરો અને એકદમ ઢીલો લોટ બાંધો. લોટ બાંધ્યા બાદ તેને 10 થી 15 મિનિટ માટે રહેવા દો.
હવે ગેસ પર હાઈ ફ્લેમ પર તવાને ગરમ કરો અને ગેસની ફ્લેમને મીડીયમ કરો. મિક્સ તૈયાર કરેલા મસાલાને લોટમાં ભરીને પરાઠા બનાવી લો.
તવા પર પરાઠા પર સારી માત્રામાં ઘી લગાવો અને તેને બંને બાજુથી ફ્રાય કરો.
તૈયાર છે તમારા મિક્સ પરાઠા. તમે તેને કોઈપણ ચટણી સાથે ખાઈ શકો છો.