બોલિવૂડની લાઇમલાઇટથી દૂર, શાહિદ કપૂરની પત્ની મીરા રાજપૂત સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ છે. પોતાની ક્લાસી અને શાનદાર સ્ટાઇલના કારણે તે અવારનવાર ટ્રન્ડમાં રહે છે. વેસ્ટર્ન હોય કે ઈન્ડિયન મીરા દરેક લુકમાં ખૂબ જ સુંદર લાગે છે. તમે લગ્ન પ્રસંગો કે તહેવારો માટે તેના ટ્રેડિશનલ લુકમાંથી પણ પ્રેરણા લઈ શકો છો.
મીરા કપૂરની જેમ સ્ટાઈલિશ અને સુંદર લુક માટે તમે તેના જેવા અનોખા ડ્રેસ પણ સ્ટાઈલ કરી શકો છો. આ લુકમાં મીરા ખૂબ જ ગોર્જીયસ લાગી રહી છે.
પેસ્ટલ કલરની બોર્ડર વર્ક સાડીમાં મીરા ખૂબ જ અદ્ભૂત લાગે છે. સાડી સાથે સ્લીવલેસ બ્લાઉઝ આ લુકમાં ચાર્મ ઉમેરી રહ્યું છે. આ લુક લગ્ન માટે યોગ્ય રહેશે.
મીરાએ બ્લેક કલરની સાડી ખૂબ જ અલગ અંદાજમાં પહેરી છે. લગ્ન કે પાર્ટીમાં યુનિક લુક માટે તમે આ રીતે સાડીને સ્ટાઇલ પણ કરી શકો છો.
મીરા મલ્ટીકલર વાળા લહેંગામાં ખૂબ જ ફેશનેબલ લાગી રહી છે. તમે તેના આ લુકને પણ પહેરી શકો છો. તમે તેની સાથે હેવી જ્વેલરી પણ કેરી કરી શકો છો.
મીરા વ્હાઇટ કલરના સૂટ લુકમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. તમે પણ તેના આ સિમ્પલ અને સ્ટાઇલિશ લુકને સરળતાથી પહેરી શકો છો.
રેડ કલરના શરારા લુકમાં મીરા ખૂબ જ સુંદર લાગી રહી છે. તેણે જ્વેલરી અને ખુલ્લા વાળ સાથે આ લુક કમ્પ્લીટ કર્યો છે. આ પ્રકારનો લુક લગ્ન માટે યોગ્ય છે.
પીચ કલરની ડિઝાઇનર સાડીમાં મીરા ખૂબ જ સ્ટાઇલિશ લાગી રહી છે. તેણે આ સાડી સાથે ટર્ટલનેક બ્લાઉઝ પહેર્યું છે. તમે આ લુકને ફરીથી બનાવી શકો છો.
તમે મીરા કપૂરના આ પરંપરાગત લુકમાંથી પણ પ્રેરણા લઈ શકો છો, સ્ટોરી ગમે તો શેર કરો અને આવી અન્ય માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.