ઘીનું સેવન કરવાથી સ્વાસ્થ્ય સંબધિત અનેક ફાયદા મળે છે. ઘીની શરીર પર માલિશ કરવાથી પણ અનેક ફાયદા કરે છે. ચલો ઘીથી હથેળી પર માલિસ કરવાથી મળતા ફાયદા વિશે જાણીએ.
ઘીમા ફેટ, કેલેરી, વિટામિન એ, વિટામિન ઈ, ઓમેગા 3, 9 ફેટી એસિડ, કેલ્શિયમ જેવા ગુણ રહેલા છે.
જો કોઈ ઈજાને કારણે હાથમાં સોજો આવ્યો છે તો હથેળી પર ઘીની માલિશ કરવાથી દુખાવામાં અને સોજામાં રાહત મળે છે. ઘીમા એંટી ઓક્સિડેંટ ગુણ હોય છે.
હથેળી પર ઘીની માલિશ કરવાથી બ્લડ સર્કુલેશનમાં સુધારો થાય છે. તેનાથી સ્નાયુઓને આરામ મળે છે.
હથેળીની ચામડીને કોમળ બનાવવા માટે તમે હથેળી પર ઘીની માલિશ કરી શકો છો. તેનાથી ચામડીમાં કોમળતા આવે છે અને નેચરલી મોશ્ચરાઈજ થાય છે.
હથેળી પર ઘીની માલિશ કરવાથી શરીરનો થાક દૂર કરી શકાય છે. સૂતા પહેલા 30 મિનિટ હથેળીઓ પર ઘીની જરુરથી માલિશ કરો. તેનાથી ઊંઘ પણ સારી આવે છે.