મખાના અને મગ બંને સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. મગની દાળ પ્રોટીનથી ભરપૂર હોય છે. બીજી બાજુ, મખાના એન્ટી-ઓક્સિડન્ટથી ભરપૂર હોય છે.
મખાના એક હેલ્ધી નાસ્તો છે. તેમાં પ્રોટીન, ફાઇબર, મેગ્નેશિયમ, પોટેશિયમ, ફોસ્ફરસ, આયર્ન અને ઝીંક જેવા પોષક તત્વો હોય છે.
મખાના ખાવાથી વજન ઘટાડે છે, હાડકાં મજબૂત બનાવે છે, કોલેજન વધારવા માટે પણ એક ઉત્તમ સ્ત્રોત છે. આ ખાવાથી બ્લડ સુગર લેવલ પણ કંટ્રોલમાં રાખી શકાય છે.
મગની દાળમાં પ્રોટીન, ફાઇબર, વિટામિન, ખનિજો અને એન્ટીઑકિસડન્ટ જેવા ઘણા પોષક તત્વો જોવા મળે છે.
મગમાં વિટામિન બી 12 વધારે છે. તે પાચનક્રિયા સુધારીને વજન ઘટાડે છે. મગની દાળમાં રહેલા એન્ટીઑકિસડન્ટ હૃદયના સ્વાસ્થ્યને પણ સુધારે છે.
જો તમે વજન ઘટાડવા કે પાચનતંત્ર સુધારવા માંગતા હોવ તો મખાના એક સારો વિકલ્પ બની શકે છે. બીજી બાજુ, જો તમે પ્રોટીન અને અન્ય પોષક તત્વો લેવા માંગતા હો, તો મગ વધુ ફાયદાકારક છે.
મખાના અને મગ બંને શરીર માટે જરૂરી વિટામિન અને પ્રોટીનના સારા સ્ત્રોત છે. જેમ મખાના કોલેજન વધારે છે, તેવી જ રીતે મગનું સેવન વિટામિન B12 વધારે છે.