ઘરમા વાસ્તુશાસ્ત્ર પ્રમાણે કેટલાક બદલાવ કરવા જરુરી હોય છે. વાસ્તુશાસ્ત્રના નિયમોનુ પાલન ન કરવાથી ઘરમા નકારાત્મકતા વધે છે.
આ વર્ષ પૂરુ થવામા હવે ખૂબ જ ઓછા દિવસ બાકી છે. નવા વર્ષ પહેલા વાસ્તુ પ્રમાણે કરી લો આ બદલાવ ત્યારે નવુ વર્ષ શરુ થાય પહેલા વાસ્તુશાસ્ત્ર પ્રમાણે કેટલાક બદલાવ કરવાથી તમને ફાયદા મળી શકે છે.
જો તમારા ઘરમા છોડ નથી તો નવુ વર્ષ શરુ થતા પહેલા ઘરમા તુલસી અથવા શમીનો છોડ લગાવી શકો છો. આ બન્ને છોડ દેવી દેવતાઓનો છોડ માનવામા આવે છે.
ઘરમા સાથિયાનુ નિશાન બનાવવુ ખૂબ જ જરુરી છે. જો તમે નવા વર્ષ પહેલા બનાવી લો તો લગ્ન જીવનમા ખુશીઓનુ વાતાવરણ સર્જાય છે.
વાસ્તુશાસ્ત્ર પ્રમાણે મંદિરની દિશા ઉત્તર હોવી જોઈએ અને સામેની જગ્યા ખાલી હોવી જોઈએ.
વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ઘરના બેડરુમમા કૃષ્ણ અને રાધાનો ફોટો લગાવવો શુભ માનવામા આવે છે. તેનાથી પતિ અને પત્ની વચ્ચે પ્રેમ વધે છે.
નવા વર્ષ પહેલા ઘરમા મોર પંખ જરુરથી લાવો. વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ઘરમા મોર પંખ હોવાથી કલેશ થતો નથી.