વ્રત માટે તમે યુનિક રેસીપી ટ્રાય કરવા માંગતા હોય તો તમે ઘરે મગફળીમાંથી સોફ્ટ સુખડી ઘરે બનાવી શકો છો.
મગફળી, નાળિયેરનું ખમણ, મિલ્ક પાઉડર, ગોળ, ઘી, ડ્રાયફ્રૂટ્સ.
સૌ પ્રથમ એક પેનમાં મગફળીના દાણાને હળવા શેકી તેના ફોતરા કાઢીને ગ્રાઈન્ડ કરી લો.
હવે એક બાઉલમાં મગફળી અને કોકોનટ ખમણ લઈ તેમાં મિલ્ક પાઉડર ઉમેરીને મિક્સ કરી લો.
હવે એક પેનમાં ગોળ અને ઘી મેલ્ટ કરી તેમાં કોકોનટ અને મગપલનું મિશ્રણ ઉમેરીને મિક્સ કરી લો.
હવે એક પ્લેટમાં મિશ્રણ કાઢી તેને ફેલાવીને ઉપરથી ડ્રાયફ્રૂટ્સ અને ગુલાબની પાંદડી ગાર્નિશ કરીને છરી વડે ટુકડા કરી લો.
તૈયાર છે સોફ્ટ સુખડી, તમે વ્રત દરમિયાન તમે સર્વ કરી શકો છો.