ભીંડાનું શાક તો દરેક લોકોએ ખાધઉ જ હશે, આજે અમે તમને ભરેલા ભીંડાનું શાક બનવવાની રીત જણાવીશું.
ભીંડા, ડુંગળી, ધાણાજીરું, હળદર, ગરમ મસાલો, નારિયેળનું કોપરુ, લીલા મરચાં, આદું, લસણ, રાઈ-જીરું, કોથમીર, તેલ, મીઠું.
સૌ પ્રથમ ભીંડાને ધોઈને કપડાથી બરાબર સાફ કરી તેનો ઉપર અને નીચેનો ભાગ કાઢીને તેને લંબાઈમાં અડધા ટૂકડઓમાં કાપી લો.
હવે એક મિક્સર જારમાં લીલા મરચાં,આદું અને લસણ પીસીને તીખી પેસ્ટ બનાવી લો.
હવે એક વાસણમાં બધા મસાલા ઉમેરીને મિક્સ કરી ભીંડાની અંદર મસાલો ભરો.
હવે એક પેનમાં તેલ ગરમ કરી તેમાં રાઈ-જીરું,આદું-લસણ-મરચાંની પેસ્ટ નાખીને સાંતળી લો.
હવે તેમાં ડુંગળી, મીઠું, હળદર, ભીંડા નાંખો અને બરાબર મિક્સ કરી પકાવી લો.
હવે એક સર્વિંગ પ્લેટમાં કાઢી ઉપર કોથમરી ગાર્નિશ કરીને સર્વ કરો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.