શું તમે પણ નાસ્તામાં હેલ્ધી અને સ્વાદિષ્ટ તેમજ પચવામાં સરળ વાનગીઓ પસંદ છે, તો તમે પોહા ઉત્તપમ ટ્રાય કરી શકો છો.
પોહા, સોજી, દહીં, લીલા મરચાં, ડુંગળી, કેપ્સિકમ, ગાજર, ધાણાના પાન, તેલ, મીઠું.
સોજીને દહીં અને પાણી સાથે મિક્સ કરીને ઘટ્ટ ખીરું બનાવો અને તેને ઢાંકીને 15 મિનિટ માટે રહેવા દો.
હવે તેને મિક્સર ગ્રાઇન્ડરમાં નાખીને પેસ્ટ બનાવો અને પેસ્ટને સોજીના બેટરમાં મિક્સ તેમાં પાણી ઉમેરો અને ઉત્તપમ માટે એક પરફેક્ટ બેટર બનાવો.
હવે ઉત્તપમ માટે શાકભાજી, જેમ કે ડુંગળી, ટામેટા, ગાજર, કેપ્સિકમ વગેરે, બારીક કાપો.
હવે એક તવો ગરમ કરો અને તેને તેલથી ગ્રીસ કરી તવા પર બેટર ફેલાવો. ઉપર સમારેલા લીલા શાકભાજી અને સમારેલા કેપ્સિકમ ફેલાવો.
લાસ્ટમાં લીલા ધાણા, ચાટ મસાલો, મરચાંનો પાવડર અને થોડું મીઠું છાંટી અને તેને સ્પોન્જી બનાવો.
તૈયાર છે પોહા ઉત્તપમ લાલ અને લીલી ચટણી સાથે ગરમા ગરમ સર્વ કરો.