Chilli Garlic Maggi: ચોમાસામાં ઘરે બનાવો સ્વાદિષ્ટ ચીલી ગાર્લિક મેગી


By Vanraj Dabhi22, Jul 2025 12:43 PMgujaratijagran.com

ચીલી ગાર્લિક નૂડલ્સ

ચોમાસામાં કંઈક મસાલેદાર ખાવાનું મન થાય, તો તમે સ્વાદિષ્ટ ચિલ્લી ગાર્લિક મેગી ટ્રાય શકો છો. તે ખૂબ જ ઝડપથી તૈયાર થઈ જાય છે અને તે ખૂબ જ સ્વાદિષ્ટ પણ હોય છે.

સામગ્રી

મેગી, સોયા સોસ, હોટ ચીલી સોસ, સ્વીટ ચીલી સોસ, ખાંડ, તેલ, લીલો ધાણા.

સ્ટેપ-1

પહેલા એક પેનમાં પાણી ગરમ કરો, પછી મીઠું અને મેગી ઉમેરો.

સ્ટેપ-2

જ્યારે મેગી બરાબર બફાઈ જાય, ત્યારે તેનું પાણી ગાળી લો. આ પછી, તેમાં ઠંડુ પાણી ઉમેરીને ગાળી લો. આમ કરવાથી, મેગી એક સાથે ચોંટતી નથી અને સ્વાદિષ્ટ બને છે.

સ્ટેપ-3

હવે એક બાઉલમાં સોયા સોસ, હોટ ચીલી સોસ, સ્વીટ ચીલી સોસ, ખાંડ, તેલ અને પાણી નાખો. આ પછી, ચમચીની મદદથી તેને સારી રીતે મિક્સ કરો.

સ્ટેપ-4

હવે એક પેનમાં થોડું બટર નાખીને લસણ ઉમેરીને બ્રાઉન થાય, ત્યારે તેમાં સોયા સોસનું મિશ્રણ ઉમેરીને સારી રીતે મિક્સ કર્યા પછી બાફેલી મેગી ઉમેરીને હલાવો.

સર્વ કરો

તૈયાર છે ચીલી ગાર્લિક મેગી તમે, ઉપરથી કોથમીર અને સફેદ તલ ગાર્નિશ કરીને સર્વ કરો.

Sawan: શ્રાવણ મહિનામાં ગ્રહોને સંતુલિત કરવા માટે કયા ઉપાય કરવા?