Pani Puri Recipe: આ ટિપ્સથી ઘરેજ બનાવો બજાર જેવી ક્રિસ્પી પાણીપૂરી


By Rakesh Shukla06, Jan 2023 12:48 PMgujaratijagran.com

કુકિંગનો શોખ ધરાવતા લોકોને દરેક વાનગી ઘરે બનાવવાનો એક અલગ ક્રેઝ હોય છે. જો તમે પણ પાણીપૂરીના ચાહક છો અને બજારમાં મળે છે તેવી ક્રિસ્પી પાણીપૂરી ઘરે બનાવવા માગો છો તો આ ટિપ્સ અપનાવી શકો છો.

પૂરીનો લોટ બનાવતી વખતે તેમાં થોડો બેકિંગ સોડા ભેળવો. તેનાથી લોટમાં બબલ્સ થશે. જેનાથી કરકરી પૂરી તૈયાર કરી શકશો.લોટમાં બેકિંગ સોડા

બજારમાં મળતા ઇનોનો ઉપયોગ પણ તમે પૂરીને કરકરી બનાવવા માટે કરી શકો છો. સોજીનો લોટ તૈયાર કરતી વખતે તેમાં બે ચપટી ઇનો નાંખો.ઇનો નાંખો

તમે પૂરીનો લોટ તૈયાર કરતી વખતે તેમાં થોડું ઘી પણ નાંખી શકો છો. તેનાથી તમારી પૂરી ક્રિસ્પી બનશે.&ઘીનો ઉપયોગ

પૂરી બનાવતી વખતે લોટને હંમેશા ભીના કપડાથી ઢાંકીને રાખો. નહીંતર લોટ કઠ્ઠણ થઇ જશે અને પૂરી ફૂલશે નહીં.&ભીના કપડાંથી ઢાંકો

જો તમે ઇચ્છો છોકે તમારી પૂરી ક્રિસ્પી અને ફૂલે તો આ માટે લોટ થોડોક કઠ્ઠણ રાખવો જોઇએ.&કઠ્ઠણ લોટ બનાવો

પૂરી બનાવવા માટે લોટ તૈયાર કરી લીધા પછી તેને ભીના કપડાંથી ઢાંકીને થોડીવાર રહેવા દો અને થોડો સમય પછી પૂરી બનાવીને તળવાની શરૂઆત કરો.થોડીવાર રાખી મુકો

ક્રિસ્પી પૂરી બનાવવા માટે તેને તળતી વખતે ધ્યાન રાખવું જોઇએ. પહેલા તેલને વધુ તાપમાં ગરમ કરી લો અને ત્યારબાદ પૂરીને નાંખીને તાપ થોડો ધીમો કરી લો.&ગેસના તાપનું ધ્યાન રાખો

આવી જ અન્ય વેબસ્ટોરી જોવા માટે

Horoscope Today- January 6, 2023 આજનું રાશિફળ 6 જાન્યુઆરી