વરસાદી ઋતુંમાં ઘરે બનાવો બિહારી સ્ટાઈલ બટાકાના પકોડા


By Vanraj Dabhi15, Jul 2025 02:12 PMgujaratijagran.com

બટાકાના પકોડા

વરસાદીની ઋતુમાં લગભગ દરેકને પકોડા ખાવાનું ગમે છે. તમે ઘણી બધી શાકભાજીઓ સાથે પકોડા બનાવી શકો છો. ચાલો આજે બિહારી શૈલીમાં બટાકાના પકોડા બનાવવાની રેસીપી શીખીએ

સામગ્રી

બટાકા,ચણાનો લોટ, ચોખાનો લોટ, લીલા મરચાં, લાલ મરચું પાવડર, હળદર પાવડર, મીઠું, ધાણા પાવડર, જીરું પાવડર, કાળા મરી પાવડર, લસણ, આદુ-લસણની પેસ્ટ, સરસવનું તેલ.

સ્ટેપ- 1

સૌ પ્રથમ બટાકાને સાફ કરીને પ્રેશર કૂકરમાં સારી રીતે બાફી લો.

સ્ટેપ-2

હવે બટાકાને છોલીને એક બાઉલમાં મેશ કરી. તેને તળવા માટે, એક કડાઈમાં તેલ ગરમ કરો અને પછી તેમાં જીરું અને રાઈ ઉમેરીને તળો.

સ્ટેપ-3

હવે તેમાં લીલા મરચાં, લસણની પેસ્ટ, છૂંદેલા બટાકા ઉમેરો, મસાલા ઉમેરો અને શેકો. બટાકાને સારી રીતે પકાવી લો.

સ્ટેપ-4

હવે એક મોટા વાસણમાં ચણાનો લોટ, ચોખાનો લોટ, જીરું પાવડર, આદુ-લસણની પેસ્ટ, મીઠું અને પાણી ઉમેરીને ઘટ્ટ બેટર બનાવો.

સ્ટેપ-5

હવે એક કડાઈમાં તેલ ગરમ કરો અને બટાકાના નાની ટીકી બનાવીને તેને ચણાના લોટના બેટરમાં કોટ કરો અને ગરમ તેલમાં તળો.

સર્વ કરો

બધા બટાકાના પકોડા એ જ રીતે બનાવો અને તળેલા લીલા મરચાં અને કોથમીરની ચટણી સાથે ગરમાગરમ સર્વ કરો.

વરસાદમાં દરવાજાના અવાજથી પરેશાન છો, અહીં જાણો સમાધાન