Makar Sankranti 2023: ઉત્તરાયણના દિવસે જાણો શેનું દાન કરવાથી ક્યો ગ્રહ મજબૂત થશે


By AkshatKumar Pandya12, Jan 2023 12:00 PMgujaratijagran.com

આ દિવસે દાન કરવાની સાથે-સાથે તમે જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે ગ્રહો પણ મજબૂત કરી શકો છો. દરેક વસ્તુ કોઇ ગ્રહ સાથે જોડાયેલ છે, તેથી ગ્રહ પ્રમાણે દાન કરવાથી તમને બંને રીતે ફાયદો થઇ શકે છે. જાણો તેના વિશે સમગ્ર માહિતી

જો તમારી કુંડળીમાં ગુરુ બળવાન ન હોય તો ગોળ અને ઘીનું દાન મકર સંક્રાતિના દિવસે કરવાથી તમને લાભ મળી શકે છે. ગુરુગ્રહ મજબૂત થવાથી લગ્ન તેમજ વિદ્યા સંબંધિત બાબતોમાં સારુ ફળ મળે છે.ગોળ અને ઘીનું દાન

ચોખાનું દાન કરવાથી શુક્ર તેમજ ચંદ્ર ગ્રહ મજબૂત થાય છે. મકર સંક્રાતિના દિવસે અપરિણિત જાતકોએ શુક્ર મજબૂત કરવા ચોખાનું દાન અચૂક કરવું, ડિપ્રેશનનો શિકાર થયેલા લોકોએ ચોખાનું દાન કરવું.ચોખાનું દાન

કુંડળીમાં તમને રાહુ હેરાન કરતા હોવ તો મકર સંક્રાતિના દિવસે ધાબળાનું દાન કરવાથી તમને તેમાંથી રાહત મળી શકે છે.ધાબળાનું દાન

જો તમારે શનિની સાડાસાતી ચાલી રહી છે, શનિ દેવ તમારી પરિક્ષા લઇ રહ્યા હોય તો મકર સંક્રાતિના દિવસે ગરીબ વ્યક્તિને ચામડાની વસ્તુનું દાન કરવું.ચામડાની વસ્તુનું દાન

ધર્મના વધુ સમાચાર વાંચવા નીચે આપેલ લીન્ક પર ક્લિક કરો.

Horoscope Today- January 12, 2023 આજનું રાશિફળ 12 જાન્યુઆરી