હિન્દુ ધર્મમાં ભોલેનાથનું વિશેષ મહત્વ છે. માન્યતાઓ અનુસાર ભોલેનાથની પૂજા સોમવારે અને મહાશિવરાત્રિના દિવસે ખાસ રીતે કરવામાં આવે છે. આવો જ્યોતિષ નિષ્ણાત પાસેથી જાણીએ કે મહાશિવરાત્રિની તિથિ,શુભ સમય અને પૂજાની રીત વિશે.
શાસ્ત્રો અનુસાર ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિ 8 માર્ચે રાત્રે 9:57 વાગ્યે શરૂ થશે અને 9 માર્ચના રોજ સાંજે 6:17 વાગ્યે સમાપ્ત થશે.
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર 8 માર્ચે ભગવાન શિવની પૂજાનો સમય સાંજે 6.25 થી 9.28 સુધીનો રહેશે.
શાસ્ત્રો અનુસાર મહાશિવરાત્રિના દિવસે સવારે ઊઠીને સ્નાન કરીને ભગવાન ભોલેનાથની સામે પૂર્ણ ભક્તિભાવ સાથે ઉપવાસ કરવાનો સંકલ્પ કરવો.
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ દિવસે ઉપવાસ પૂર્ણ કરીને ભગવાન શિવના આશીર્વાદ મેળવ્યા બાદ ફળ ખાવાનો અથવા પાણી વિના ઉપવાસ કરવાનો સંકલ્પ લઈને શુભ સમયે પૂજા કરો.
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર પૂજા દરમિયાન ભોલેનાથને પંચામૃતથી સ્નાન કરાવીને ત્રાંબાના વાસણ વડે જળ ચઢાવીને દીવો પ્રગટાવ્યા બાદ ચંદનનું તિલક કરો.
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ભોલેનાથને સ્નાન કરાવ્યા પછી તમે ભગવાનને બિલીપત્ર, ભાંગ અને ધતુરો અર્પણ કરો.
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ભોલેનાથને 3 બિલીપત્ર,ભાંગ,જાયફળ,કમલ ગટ્ટા,મીઠી સોપારી,અત્તર,ધતુરા અર્પણ કરો અને લાસ્ટમાં કેસરથી બનાવેલી ખીર અર્પણ કરીને પ્રસાદ વહેંચો.
તમે પણ જાણી લો મહાશિવરાત્રીની તિથિ,શુભ સમય અને પૂજાની રીત વિશે.સ્ટોગી ગમે તો લાઈક-શેર કરજો અને આવી અન્ય માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.