હિન્દુ ધર્મમાં માતા લક્ષ્મીને ધનની દેવી માનવામાં આવે છે. કળીયુગમાં તો લક્ષ્મીજી ખૂબ પૂજાય છે. જ્યોતિષ અનુસાર શુક્રવાર મા લક્ષ્મીજીને સમર્પિત છે.
માન્યતા અનુસાર જે લોકો પર મા લક્ષ્મીજીની કૃપા હોય છે તેમની આર્થિક સ્થિતિ હંમેશા સારી રહે છે.
મા લક્ષ્મીજીને શ્રી યંત્ર ખૂબ પસંદ છે તેથી ઘરના મંદિરમાં શ્રી યંત્રને લાલ સ્થાપન પાથરી સ્થાપિત કરો.
મંદિરમાં કે લક્ષ્મીજીની મૂર્તિ આગળ ગુલાબનું અત્તર લગાવો તેથી મા લક્ષ્મીની કૃપા બની રહેશે.
મા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે ઘરના મંદિરમાં ગાયના દેશી ઘીથી દીવો પ્રજ્જવલિત કરો.
ઘરમાં સુખ-સમૃદ્ધિ માટે કમળના ફૂલ અર્પણ કરો કારણ કે મા લક્ષ્મીજીને કમળનું ફૂલ ખૂબ જ પસંદ છે.
દક્ષિણાવર્તી શંખને ઘરના મંદિરમાં જરુર રાખો કેમકે તેની સીધી અસર મા લક્ષ્મી સાથે છે.