Weight Loss: 10 દિવસમાં વજન ઉતારવાના રામબાણ ઉપાય, રિઝલ્ટ જોઈને તમે ખુદ ચોંકશો


By Sanket M Parekh21, Nov 2024 03:45 PMgujaratijagran.com

ઘરગથ્થુ નુસખા

જો તમે પણ વધુ પડતા વજનથી પરેશાન હોવ, તો આજથી જ આ ઘરગથ્થુ નુસખા અજમાવવાનું શરૂ કરી દો. આ ઉપાયોથી આગામી 10 દિવસમાં તમારું વજન ઓછું થઈ શકે છે.

ગરમ પાણી

દિવસની શરૂઆતમ ગરમ પાણી સાથે કરવી જોઈએ. દરરોજ સવારે ઉઠ્યા બાદ 1 ગ્લાસ પાણીને ગરમ થયા બાદ સામાન્ય હુંફાળુ થાય તે સાથે જ પી જવું જોઈએ.આમ ગરમ પાણીથી પણ વજન ઉતરી શકે છે.

સફરજન ખાવ

મોટાપો દૂર કરવા માટે નાસ્તામાં સફરજનને સામેલ કરો. હકીકતમાં સફરજનમાં ફાઈબર પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે. જેનાથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે. જેના કારણે તમને ભૂખ ઓછી લાગે છે.

જ્યૂસ પીવો

જ્યૂસ સ્વાસ્થ્ય માટે ફાયદેમંદ મનાય છે, કારણ કે જ્યૂસમાં પોષક તત્વો મળી આવે છે. હેલ્ધી રહીને વજન ઉતારવા માટે તમારે દરરોજ એક ગ્લાસ દૂધીનો જ્યૂસ પીવો જોઈએ.

ત્રિફળાનું પાણી

રાતે સૂતા પહેલા એક ગ્લાસ ગરમ પાણીમાં ત્રિફળાનું ચૂર્ણ મિક્સ કરીને પી જાવ. આ હેલ્ધી ડ્રિન્કથી પણ તમારું વજન ઝડપથી ઉતરી શકે છે.

લસણ ખાવ

મોટાપાથી છૂટકારો મેળવવા માટે લસણની એક કળી પણ કારગર સાબિત થાય છે. આ માટે દરરોજ ખાલી પેટ એક લસણની એક કળી 10 દિવસ સુધી ખાવી જોઈએ.

Radish Benefits: મૂળાના જાદુઈ ફાયદા જાણશો તો રોજ ભૂલ્યા વિના ખાશો, કહેશો કાશ પહેલા ખબર હોત!