શાસ્ત્રોનું માનીએ તો, નાની વયમાં સાંધામાં દુખાવો, વાળ સફેદ થવા અને વાળ ખરવા જીવનમાં ખરાબ સમયના સંકેત છે, જે શનિની અસરથી આવે છે.
જો શનિનો પ્રકોપ તમારા પર આવવાનો હોય, તો એવામાં વારંવાર તમારા જૂતા-ચંપલ તૂટવા અથવા ચોરી થવાની ઘટના બને છે. આ તમામ શનિના ક્રોધીત હોવાના સંકેત છે.
શરીરમાં હંમેશા થાક અને આળસ રહેવી. આ સાથે જ ચહેરા પર ઉદાસી અને ચિંતા છવાઈ રહેવી પણ ખરાબ સમય આવવાના સંકેત છે.
ખરાબ સમય શરૂ થયા પહેલા આંખોની રોશનીમાં કમી તેમજ કમરમાં દુખાવાની સમસ્યા શરૂ થાય છે. આ તમામ શનિના કુપિત હોવાનો સંકેત છે.
જ્યારે પણ કુંડળીમાં શનિનો અશુભ પ્રભાવ વધે છે, માણસ ખોટા કામો તરફ આગળ વધવા લાગે છે. એવામાં તમે દારૂ અને ખરાબ સંગતનો શિકાર થઈ શકો છો.
શનિની અશુભ દ્રષ્ટિ પડવા પર તમને વારંવાર દગો મળી શકે છે. આ સાથે એવામાં તમારા પર સતત દેવું વધી શકે છે.
શનિની ખરાબ અસર પડવા પર અભ્યાસમાં મન નથી લાગતું અને તમારી તરક્કીના તમામ રસ્તા બંધ થવા લાગે છે. એવામાં તમારે સફળતા માટે ખૂબ જ સંઘર્ષ કરવો પડી શકે છે.