આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનારા ખેલાડીઓની યાદી


By Dimpal Goyal13, Jan 2026 08:36 AMgujaratijagran.com

સચિન તેંડુલકર

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ રન ભારતના સચિન તેંડુલકરના નામે છે. તેમણે પોતાની કારકિર્દીમાં 664 મેચોમાં 34,357 રન બનાવ્યા છે.

વિરાટ કોહલી

ભારતનો વિરાટ કોહલી આ યાદીમાં બીજા ક્રમે છે. તેમણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 557 મેચોમાં 28,068 રન બનાવ્યા છે.

કુમાર સંગાકારા

શ્રીલંકાનો કુમાર સંગાકારા આ યાદીમાં ત્રીજા ક્રમે છે. તેમણે પોતાની કારકિર્દીમાં 594 મેચ રમી અને કુલ 28,016 આંતરરાષ્ટ્રીય રન બનાવ્યા.

રિકી પોન્ટિંગ

ઓસ્ટ્રેલિયાના રિકી પોન્ટિંગે 560 આંતરરાષ્ટ્રીય મેચોમાં 27,483 રન બનાવ્યા છે.

મહેલા જયવર્ધને

શ્રીલંકાના મહેલા જયવર્ધનેએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 652 મેચોમાં 25,957 રન બનાવ્યા છે.

જેક્સ કાલિસ

દક્ષિણ આફ્રિકાના જેક્સ કાલિસ ૫૦૯ આંતરરાષ્ટ્રીય મેચ રમ્યા છે, જેમાં ૨૫,૫૩૪ રન બનાવ્યા છે.

રાહુલ દ્રવિડ

ભારતના રાહુલ દ્રવિડે ૫૦૯ આંતરરાષ્ટ્રીય મેચ રમ્યા છે અને ૨૪,૨૦૮ રન બનાવ્યા છે.

કોણે ફટકારી લિસ્ટ Aમાં સૌથી ફાસ્ટ સેન્ચુરી? જુઓ ટોપ 10 લિસ્ટ