પિતૃ પક્ષ દરમિયાન કયો ખોરાક લેવો જોઈએ? જાણી લો


By Vanraj Dabhi22, Sep 2024 11:58 AMgujaratijagran.com

પિતૃ પક્ષ દરમિયાન આ ભોજન ખાઓ

હિંદુ ધર્મમાં શ્રાદ્ધ દરમિયાન માંસાહારી ખોરાક ખાવાની મનાઈ છે. પિતૃ પક્ષ દરમિયાન ઘરમાં માત્ર શાકાહારી ભોજન બનાવવામાં આવે છે.

શુદ્ધ ખોરાક

પિતૃ પક્ષ દરમિયાન સાત્વિક આહારનું સેવન કરવું જોઈએ. કોઈપણ રસોઈમાં લસણ અને ડુંગળી ઉમેરવાનું ટાળવું જોઈએ.

ખીચડી ખાઓ

શ્રાદ્ધમાં ખીચડીનું સેવન કરી શકાય છે. જોકે તેને વડીલોને આપવવામાં આવતું ભોજન માનવામાં આવે છે.

ફળ ખાઓ

પિતૃ પક્ષમાં તમે તાજા ફળોનું ખાઈ શકો છો. ખાસ કરીને કેળા, સફરજન અને અન્ય મોસમી ફળો ખાવા જોઈએ.

ગોળ ખાઓ

પિતૃપક્ષમાં ગોળનું સેવન અને દાન કરવું શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ગોળનું દાન કરવાથી પિતૃઓ પ્રસન્ન થઈ શકે છે.

દૂધ અને દહીં

પિતૃપક્ષમાં દૂધ અને દહીંનું સેવન સ્વાસ્થ્યપ્રદ અને શુભ બંને માનવામાં આવે છે. દૂધ અને દહીં શુદ્ધ ખાદ્ય પદાર્થોમાં સામેલ છે.

શાકભાજી ખાઓ

પિતૃપક્ષ દરમિયાન તમે શાકભાજીનું સેવન પણ કરી શકો છો. આનાથી તમારું સ્વાસ્થ્ય સારું રહેશે અને શાકભાજીનો પણ સાત્વિક ખોરાકમાં સમાવેશ થાય છે.

દાળ અને રોટલી ખાઓ

પિતૃપક્ષમાં નોનવેજ ખાનારાઓએ દાળ અને રોટલી ખાવી જોઈએ. પરંતુ એક વાતનું ધ્યાન રાખવું જોઈએ કે દાળમાં લસણ કે ડુંગળી ન હોવી જોઈએ.

વાંચતા રહો

ધર્મ અને આધ્યાત્મિકતા સાથે જોડાયેલા સમાચાર માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Astro Tips: ગરીબથી ધનિક બનવાના ચમત્કારિક ઉપાય, આવનારી 7 પેઢીઓને નહીં થાય ધનની કમી