લીંબુ વગર ઘણી રસોઈનો સ્વાદ આવતો નથી. તો ચાલો તેને સ્ટોર કરવાની રીત જાણીએ.
આખા લીંબુને ઓરડાના તાપમાને (રૂમ ટેમ્પરેચર) અથવા ફ્રિજમાં સ્ટોર કરી શકાય છે. તેમને લાંબા સમય સુધી ફ્રિજમાં ન રાખવા જોઈએ અને ઉપયોગ કરતા પહેલા તેને બહાર કાઢી લેવા જોઈએ.
લીંબુની સ્લાઈસને ફ્રિજમાં જ સ્ટોર કરવી જોઈએ. તેને સ્ટોર કરવા માટે પ્લાસ્ટિક રેપ અથવા એરટાઈટ કન્ટેનરનો ઉપયોગ કરવો જોઈએ.
લીંબુના રસને હંમેશા કાચના કન્ટેનરમાં ફ્રિજમાં સ્ટોર કરવો જોઈએ. તેને આઈસ ક્યુબ્સના રૂપમાં પણ સ્ટોર કરી શકાય છે.
એક કાચનો અથવા પ્લાસ્ટિકનો એરટાઈટ કન્ટેનર લો. તેમાં પાણી સાથે લીંબુને સ્ટોર કરો. આ રીત લીંબુને મહિનાઓ સુધી રસદાર રાખશે.
આ માટે ઝિપ લોક બેગનો ઉપયોગ કરો.લીંબુ ને બેગમાં મૂકીને ફ્રીઝરમાં રાખો. બેગમાં એક નાનું છિદ્ર (કાણું) કરો જેથી સીધી હવા લીંબુ પર ન પડે, પરંતુ હવાનો પ્રવાહ (એર ફ્લો) જળવાઈ રહે.
આ જ રીતે લીંબુની સ્લાઈસને પણ સ્ટોર કરી શકાય છે, પરંતુ તેમાંથી બીજ કાઢી નાખવા જોઈએ. શ્રેષ્ઠ રહેશે કે પહેલા તેમને એક ટ્રેમાં રાખીને તેના ઉપર કિચન ટિશ્યુ મૂકીને ફ્લેશ ફ્રીઝ (ઝડપથી ઠંડુ) કરી લેવામાં આવે.