જો તમે દરરોજ લેપટોપનો ઉપયોગ કરો છો અને તમારા લેપટોપની બેટરી ઝડપથી ડિસ્ચાર્જ થઈ જાય છે, તો કેટલીક મહત્વપૂર્ણ બાબતો ધ્યાનમાં રાખવી જરૂરી છે.
લેપટોપની યોગ્ય કાળજી લેવામાં આવે તો જ બેટરી લાંબા સમય સુધી ચાલે છે.
20:80 નિયમો યાદ રાખવા મહત્વપૂર્ણ છે, હંમેશા એક વાત યાદ રાખો કે બેટરી સંપૂર્ણપણે ખતમ ન થવા દો.
આ નિયમ કહે છે કે, બેટરીને 20 ટકાથી ઓછી ન થવા દો અને 80 ટકાથી વધુ ચાર્જ ન કરો.
જો બેટરી ઝડપથી ખતમ થઈ રહી હોય, તો તેને ચેક કરો, જો બેટરી ફૂલી ગઈ હોય તો કોઈપણ વિલંબ કર્યા વિના તાત્કાલિક બેટરી બદલો.
બેકગ્રાઉન્ડમાં ચાલતી એપ્સ પણ બેટરી ઝડપથી ડિસ્ચાર્જ થવાનું એક મોટું કારણ બની શકે છે.
જો સિસ્ટમમાં ઓવરહિટીંગની સમસ્યા હોય, તો તે બેટરીને પણ અસર કરી શકે છે, જે બેટરી લાઇફ ઘટાડી શકે છે.