લસણ વિના રસોઈ ફિકી લાગે છે. લસણ સ્વાસ્થ્ય માટે ફાયદેમંદ છે. લસણ વાળને ખરતા અટકાવે છે અને વજન ઓછું કરવામાં પણ મદદ કરે છે.
લસણનો ઉપયોગ ટોટકામાં પણ કરી શકાય છે. લસણના કેટલાક સરળ ઉપાયથી વ્યક્તિના ભાગ્યના દ્વાર ખુલી શકે છે.
લસણની બે કળીને લાલ કપડામાં બાંધીને ઘરમાં ક્યાંક દાટી દો. આ ઉપાયથી પૈસાની આવક વધશે.
લસણની 5-7 કળી કપડામાં બાંધીને તમારા વેપાર-ધંધાના દરવાજા પર લટકાવી દો. થોડા મહિનામાં તમારો ધંધો વધવા લાગશે.
શનિવારના દિવસે લસણની એક કળીને પર્સમાં રાખો. જેથી પૈસાની કમી દૂર થશે.
જો ઘરમાં પૈસો ટકતો ના હોય, તો લાલ કપડામાં લસણની 3 કળીને બાંધીને તિજોરીમાં રાખી દો. પૈસાની તંગી દૂર થશે.
લસણની 7 કળીને બાંધીને ઘરના આંગળા અથવા ધાબા પર રાખી દો. આ ઉપાયથી નજર દોષ દૂર થાય છે.