લોકોને વારંવાર પૂરતું પાણી પીવા અને શરીરને હાઇડ્રેટ રાખવાની સલાહ આપવામાં આવે છે,પરંતુ ઘણીવાર લોકો જરૂરિયાત કરતાં વધુ પાણી પીવાથી શરીર પર નકારાત્મક અસર પડે છે, ચાલો જાણીએ.
નિષ્ણાતોના મતે એક જ સમયે વધારે પાણી પીવાનું ટાળવું જોઈએ.આ સિવાય દિવસભર જરૂરિયાત કરતા વધારે પાણી ન પીવું જોઈએ.આમ કરવાથી કિડની પર દબાણ વધી શકે છે.
વધુ પડતું પાણી પીવાથી કિડની પર દબાણ થાય છે જેનાથી કિડનીને નુકસાનનું જોખમ વધી જાય છે.
વધુ પડતા પાણીના સેવનને કારણે લોકોને વારંવાર પેશાબની સમસ્યા થાય છે જે કિડની ડેમેજ થવાના લક્ષણોમાંનું એક છે.
કિડની ફેલ થવાને કારણે લોકોને શરીરમાં સોજો,શરીરમાં ખંજવાળ,એનિમિયાની સમસ્યા,પેશાબના રંગમાં ફેરફાર અને પેશાબમાં ફીણ જેવા લક્ષણો જોવા મળે છે.
કિડનીને નુકસાન થતું અટકાવવા માટે પૂરતી ઊંઘ લો,મીઠાનું સેવન મર્યાદિત કરો અને ધૂમ્રપાન ટાળો આ ઉપરાંત પૂરતું પાણી પીવો.
વધુ પડતું પાણી પીવાથી પેટ ફૂલવું,શરીરમાં સોજો આવી શકે છે અને ઓવરહાઈડ્રેશનને કારણે લીવરને નુકસાન થઈ શકે છે.
પૂરતા પ્રમાણમાં પાણીનું સેવન કરો અને વધારે પાણી પીવાનું ટાળો.ઉપરાંત જો તમને અહીં દર્શાવેલ લક્ષણો દેખાય તો ડૉક્ટરની સલાહ લો.
આરોગ્ય સંબંધિત વધુ માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.