ઓડિશાના પુરીમાં જગન્નાથ મંદિર આવેલું છે, તેને ધરતીનું વૈકુંઠ ધામ ગણાયું છે.
પુરાણો અનુસાર પુરીમાં સ્થિત આ મંદિરમાં ભગવાન વિષ્ણુએ પુરુષોત્તમ નીલમાધવના રુપમાં અવતાર લીધો હતો.
આ મંદિરનો ધ્વજ હંમેશા હવાની વિરુદ્ધ દિશામાં લહેરાય છે. આનું કારણે વૈજ્ઞાનિકો પણ નથી જાણી શક્યાં.
આશરે 45 માળ બરાબર ઉંચાઈવાળા આ મંદિરની ટોચ પર ધ્વજ દરરોજ બદલવામાં આવે છે. રોજ એક પૂજારી આ ઉંચાઈ પર ચઢીને ધ્વજ બદલે છે.
મુશ્કિલ લાગનારું આ કામ દરરોજ કરવામાં આવે છે. કારણકે એક દિવસ પણ જો આ પરંપરા તૂટી તો 19 વર્ષ સુધી મંદિર બંધ રહેશે.
મંદિરના ગુંબજની ઉપરથી કોઈ પક્ષી પણ ઉડતું નથી. આ વિશેષ પરથી વિમાન પણ ઉડી શકતું નથી.
જગન્નાથ પુરી મંદિરમાં દરરોજ 2 હજારથી લઈને 2 લાખ સુધી દર્શનાર્થીઓ દર્શન કરવા આવે છે. દરરોજ અહીં મહાપ્રસાદ બને છે અને ભક્તોને આપવામાં આવે છે.
જ્યારે તમે આ દ્વારમાં પ્રવેશો છો ત્યારે દરિયાનો અવાજ એકદમ બંધ થઈ જાય છે અને મંદિરથી બહાર આવોતો ફરીથી અવાજ શરુ થઈ જાય છે.