હિંદુ ધર્મશાસ્ત્ર અનુસાર રક્ષાબંધનનો તહેવાર અત્યંત પવિત્ર માનવામાં આવે છે. આ ભાઈ-બહેનના પ્રેમનો પવિત્ર તહેવાર છે. આ વર્ષે રક્ષાબંધનનો તહેવાર 9 ઓગસ્ટે ઉજવવામાં આવશે.
દાયકાઓ પછી રક્ષાબંધન પર દુર્લભ મહાસંયોગ બની રહ્યો છે. આ સંયોગ વર્ષ 1930 પછી બન્યો છે. આ યોગમાં જો તમે રક્ષાબંધન પર યોગ્ય સમયે રાખડી બાંધશો તો તમારા જીવનમાં પ્રગતિ થઈ શકે છે.
રાખડી બાંધવાનો યોગ્ય સમય સવારે 05 વાગીને 21 મિનિટથી લઈને બપોરના 01 વાગીને 24 મિનિટ સુધીનો છે.
રક્ષાબંધનના શુભ અવસર પર બહેનોએ કાળા રંગના વસ્ત્રો ન પહેરવા જોઈએ. કાળો રંગ અશુભતા તરફ ઈશારો કરે છે અને તેનાથી તમારા જીવનમાં પરેશાની આવી શકે છે.
રક્ષાબંધનના દિવસે તમારે તમારા ભાઈને ખાટી કે કડવી વસ્તુઓ ન ખવડાવવી જોઈએ. તેનાથી તહેવારના રંગમાં ભંગ પડી શકે છે. આ દિવસે તમારે તમારા ભાઈને મીઠાઈ ખવડાવવી જોઈએ.
જો તમે ભાઈને રાખડી બાંધવા જઈ રહ્યા છો, તો ભાઈના ઘરે ખાલી હાથે ન જાવ. પૂજાની થાળીમાં રાખડી, મીઠાઈ, દીવો, અક્ષત અને ફૂલ લઈને જાવ.