કાળા ચણા (દેશી ચણા) ખાવાના ફાયદા જાણો


By Dimpal Goyal09, Sep 2025 12:46 PMgujaratijagran.com

કાળા ચણા ખાવાના ફાયદા

શું તમે જાણો છો કે કાળા ચણામાં પ્રોટીન, આયર્ન, ફાઇબર અને અન્ય પોષક તત્વો હોય છે, જે તમારા વજનને નિયંત્રિત કરવામાં, પાચનતંત્રમાં સુધારો કરવામાં અને રોગો સામે લડવામા મદદ કરે છે. ચાલો જાણીએ કે તેને ખાવાના ફાયદા શું છે.

પાચન સુધારે

કાળા ચણામાં હાજર ફાઇબર કબજિયાત, અપચો અને પેટનું ફૂલવું જેવી પાચન સમસ્યાઓથી રાહત આપે છે.

વજન નિયંત્રણ કરે

ફાઇબરની વધુ માત્રા ભૂખ ઘટાડવામાં અને પેટ ભરેલું લાગે છે, જે વજન ઘટાડવામાં મદદ કરે છે.

બ્લડ સુગરનું નિયંત્રણ

કાળા ચણાનો ગ્લાયકેમિક ઇન્ડેક્સ ઓછો હોય છે, જે શરીરમાં સુગરનું સ્તર સંતુલિત રાખે છે અને ડાયાબિટીસનું જોખમ ઘટાડે છે.

એનિમિયા નિવારણ

આયર્ન અને ફોલેટથી ભરપૂર, કાળા ચણા લાલ રક્તકણોના ઉત્પાદનમાં મદદ કરે છે, જે શરીરમાં હિમોગ્લોબિનનું સ્તર વધારે છે.

હૃદય સ્વાસ્થ્ય

તે સારા કોલેસ્ટ્રોલને વધારે છે. ઉપરાંત, તે ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડવામાં મદદ કરે છે, જેનાથી હૃદય રોગનું જોખમ ઓછું થાય છે.

ઊર્જા અને શક્તિ આપે

તે પ્રોટીન, વિટામિન અને અન્ય મિનરલથી ભરપૂર છે, જે સ્નાયુઓને મજબૂત બનાવે છે અને શારીરિક ઉર્જા વધારે છે.

રોગપ્રતિકારક શક્તિ વધારે

કાળા ચણાનું નિયમિત સેવન રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે અને શરીર રોગો સામે લડવા માટે સક્ષમ બને છે.

વાંચતા રહો

હેલ્થ સંબંધિત દરેક અપડેટ માટે ગુજરાતી જાગરણ સાથે જોડાયેલા રહો.

Water: ઉભા રહીને પાણી પીવાથી શું નુકસાન થાય છે?