ગુજરાતી સોશિયલ કોમેડી ફિલ્મ મહારાણી ટ્રેલર રિલીઝ થઇ ગયું છે. ખાસ વાત એ છે કે આ ટ્રેલર ફિલ્મની મુખ્ય અભિનેત્રી માનસી પરેખના જન્મદિન પર રિલીઝ થયું હતું.
માનસી પારેખનો જન્મ 10 જુલાઈ 1986ના રોજ થયો છે.
મહારાણી ફિલ્મ વિશે માનસી પારેખ કહે છે, આ ફિલ્મ પર કામ કરતાં મને સમજાયું કે ખરેખર આપણા ઘરની કામવાળી સાથે નો આપણો સંબંધ અતુલ્ય અને બેજોડ છે.
ફિલ્મના મુખ્ય કલાકારોમાં માનસી પરેખ, શ્રદ્ધા ડાંગર, ઓજસ રાવલ અને સંજય ગોરાડિયા સહિત ઘણા પ્રતિભાશાળી કલાકારો છે.
માનસી પારેખનો ચાહક વર્ષ ઘણો વિશાળ છે. તેણે ઘણી ગુજરાતી ફિલ્મોમાં કામ પણ કર્યું છે.
ઈસ્ટાગ્રામ પર તેના 10 લાખ ફોલોઅર્સ છે.