ઇન્ડિયન પ્રીમિયર લીગમાં સૌથી વધુ જાણીતા ચહેરાઓમાંની એક સનરાઇઝર્સ હૈદરાબાદની માલિક છે.
IPLમાં SRH ટીમની CEO અને સહ-માલિક કાવ્યા મારન છે.
કાવ્યા મારનનો જન્મ 6 ઓગસ્ટ, 1992ના રોજ ચેન્નાઈમાં પ્રભાવશાળી મારન પરિવારમાં થયો છે.
કાવ્યા મારનના પિતા કલાનિધિ મારન છે અને તેઓ સન ગ્રુપના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર છે.
સન ગ્રુપએ ભારતના સૌથી મોટા મીડિયા સમૂહોમાંનું એક, જેની કુલ સંપત્તિ $2.3 બિલિયન છે.
કાવ્યા મારનની માતા કાવેરી મારન છે અને તે સન ટીવી નેટવર્કના CEO તરીકે કાર્યરત છે.
ઉલ્લેખનીય છે કે, કાવ્યા મારનની માતાને ભારતના સૌથી વધુ પગાર મેળવતી મહિલા એક્ઝિક્યુટિવ્સમાંના એક ગણવામાં આવે છે.
વ્યવસાય ઉપરાંત મારન પરિવાર રાજકીય ક્ષેત્રે મજબૂત છે, તેમના કાકા દયાનિધિ મારન (DMK) દ્રવિડ મુનેત્ર કઝગમ પાર્ટીમાં સક્રિય નેતા છે.
કાવ્યા મારને UKની વોરવિક બિઝનેસ સ્કૂલમાંથી MBAનો અભ્યાસ કર્યો છે અને ચેન્નાઈની સ્ટેલા મેરિસ કોલેજમાંથી સ્નાતકની ડિગ્રી મેળવી છે.
કાવ્યા મારન તેમના શિક્ષણે તેમને બિઝનેસ લીડરશીપ માટે તૈયાર કરીને SRHના સંચાલનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.