ભીંડાને લાંબા સમય સુધી તાજો રાખવા માટે તેને ભેજ મુક્ત રાખવો જોઈએ. જ્યારે તમે બજારમાંથી ભીંડા ખરીદો ત્યારે તેને ઘરે લાવીને ફેલાવો અને તેમાં રહેલ ભેજ અને પાણીને સૂકવી દો.
ભેજના કારણે તે જલ્દી બગડી શકે છે. હવે ભીંડાને કોટનના કપડામાં લપેટીને એર ટાઇટ કન્ટેનરમાં રાખો, જેથી ભીંડામાં ભેજ ન આવે અને તે લાંબા સમય સુધી ફ્રેશ રહે છે.
જો તમે ફ્રિજમાં ભીંડાને રાખતા હોવ તો તેને પોલિથીન કે વેજીટેબલ બેગમાં ભરીને ફ્રીજમાં રાખો.આમ કરવાથી તે લાંબા સમય સુધી ફ્રેશ રહે છે.
જો તમે ભીંડાને લાંબા સમય સુધી તાજો રાખવા માંગતા હોવ તો ભીંડાને ખરીદતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું સૌથી જરૂરી છે.
તમે ખરીદેલા ભીંડામાં વધારે બીજ ન હોવા જોઈએ.તે ચેક માટે તમારા હાથથી ભીંડાને દબાવો અને ચેક કરો કે તેમાં બીજ છે કે નહીં.
જો તમે પહેલાથી જ તાજો ભીંડા ખરીદશો તો તેને લાંબા સમય સુધી તાજો રાખવામાં સરળતા રહેશે.
ભીંડાનું કદ અને રંગનું પણ ધ્યાનમાં રાખો, નાનો ભીંડો અને ઘેરા લીલા રંગનો ભીંડો દેશી હોય છે.
આ સિવાય ભીંડોની ટોચના ભાગને તોડીને પણ ચેક કરી શકો છો કે તાજો છે કે નહીં.
આવી અવનવી ટિપ્સ એન્ડ ટ્રીક્સ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.