એનિમિયાની સ્થિતીમાં કિસમિસનું આ રીતે સેવન કરો, મળશે વધુ લાભ


By Smith Taral25, Aug 2024 05:32 PMgujaratijagran.com

સૂકી દ્રાક્ષ જેને આપણે સામાન્ય રીતે કિસમિસ કહેતા હોઈએ છે. સૂકી દ્રાક્ષમાં કુદરતી ખાંડ રહેલી હોય છે જે સ્વાસ્થ્ય માટે હાનિકારક નથી જો તેનું પ્રમાણસર સેવન કરવામાં આવે તો. કિસમિસ અનેમિયામા પણ ખૂબ ઉપયોગી છે.આમાં આયર્નનું પ્રમાણ વધુ હોય છે જે તેમને એનિમિયા સામે લડવામાં મદદ કરે છે. આવો જાણીએ કેવી રીતે તમે કિસમિસનુ સેવન કરી શકો છો.

પોષક તત્વો

કિસમિસને આખી રાત પાણીમા પલાળી રાખીને ખાવાથી શરીરને આર્યન વધું મળી રહે છે, અને પચવામાં પણ સરળ રહે છે. ભૂખ્યા પેટે ખાવાથી તેના વધુ ફાયદા મેળવી શકાય છે

મધ સાથે કિસમિસ

જો તમે કિસમિસને મધ સાથે મીક્સ કરીને ખાવો છો, મધમાં રહેલું કુદરતી શર્કરા આયર્નના શોષણમાં મદદ કરે છે. આ શરીરના થાકને દુર કરવા માટે પણ લાભદાયક છે

સૂકા કિસમિસ

સવારના ઓટમીલમાં કિસમિસ ઉમેરીને ખાવાથી તમે દિવસ દરમિયાન એનર્જેટીક અનુભવો છો.

સાઇટ્રસ ફળો

કિસમિસને ખાટા ફળો સાથે ખાવુ પણ ફાયદાકાર છે. તમે કિસમિસને નારંગી અથવા લીંબુ જેવા વિટામિન Cથી ભરપૂર ફળો સાથે ખાઈ શકો છો

જો તમે બ્રેડને ફ્રિજમાં રાખીને ખાઓ તો શું થાય છે?