કિડનીના દર્દીઓએ પોતાના સ્વાસ્થ્યનું સવિશેષ ધ્યાન રાખવું જોઈએ. એવામાં ચાલો જાણીએ આવા લોકોએ કઈ વસ્તુઓ ના ખાવી જોઈએ.
દૂધ, પનીર, ચીઝ અને બટર જેવી વસ્તુઓ સેચ્યુરેટેડ ફેટથી ભરપૂર હોય છે. કિડનીના દર્દીઓ માટે તેમનું વધુ પડતું સેવન જોખમી સાબિત થઈ શકે છે.
પેકેજ્ડ અને પ્રોસેસ્ડ ફૂડ્સમાં સોડિયમનું પ્રમાણ ખૂબ વધારે હોય છે. કિડની આ સોડિયમને યોગ્ય રીતે ફિલ્ટર કરી શકતી નથી, જેના કારણે બ્લડ પ્રેશર વધી શકે છે.
બટાકા, મેંદો , બ્રેડ અને પાસ્તા કિડની પર વધારે ભાર મૂકે છે. જો બ્લડ સુગર હાઈ હોય તો આ ખોરાક વધુ હાનિકારક સાબિત થઈ શકે છે.
વધુ પડતી ગળી વસ્તુઓમાં ખાંડ અને ફોસ્ફરસનું પ્રમાણ વધુ હોય છે. કિડનીની સમસ્યાવાળા લોકોએ તેનું સેવન મર્યાદિત માત્રામાં જ કરવું જોઈએ. વધારે પડતા સેવનથી બ્લડ સુગર અને કિડની પરનું દબાણ વધી શકે છે.
કોલ્ડ ડ્રિંક્સ અને મીઠી એનર્જી ડ્રિંક્સમાં પણ શુગર અને ફોસ્ફરસ વધુ હોય છે. આ પીણાં કિડનીની કાર્યક્ષમતાને પ્રભાવિત કરી શકે છે અને વજનમાં વધારો પણ કરી શકે છે.
સોસેજ, બેકન અને પ્રોસેસ્ડ મીટમાં પ્રિઝર્વેટિવ્સ અને વધુ સોડિયમ હોય છે. આવા ખોરાક કિડની પર વધારાનું દબાણ લાવે છે, જેનાથી તેની કાર્યક્ષમતા ધીમે ધીમે ઓછી થઈ શકે છે.
પાલક, કોળું અને ટામેટાં જેવી પોટેશિયમયુક્ત શાકભાજી કિડની પર તણાવ પેદા કરી શકે છે. જો ડૉક્ટરે પોટેશિયમ નિયંત્રિત આહારની સલાહ આપી હોય, તો તેમનું સેવન મર્યાદિત રાખવું જોઈએ.