કિડની આપણા શરીરને સ્વસ્થ રાખનાર સૌથી મહત્ત્વના અંગોમાંનું એક છે. તે શરીર પરથી ઝેરી તત્ત્વો અને નકામા પદાર્થોને બહાર કાઢે છે. જ્યારે કિડનીની કાર્યક્ષમતા ઘટવા લાગે છે, ત્યારે શરીર કેટલાક શરૂઆતી સંકેતો આપે છે જેને લોકો ઘણીવાર અવગણી દે છે.
કિડની ખરાબ થવાના શરૂઆતના સંકેત પેશાબમાં જોવા મળે છે. જો અચાનકક યુરિનના પ્રમાણમાં ફેરફાર જોવા મળે, તો તે ચેતવણી હોઈ શકે છે.
જો પેશાબમાં ફિણ વળવા લાગે અથવા તેમાં લોહી જોવા મળે, તો તે ગંભીર સંકેત છે કે, કિડની ફિલ્ટ્રેશન યોગ્ય રીતે નથી કરી રહી.
કિડની ખરાબ થવાથી એરિથ્રોપૉયટિન હોર્મોનની ઉણપ થઈ જાય છે. જેના પરિણામે શરીરમાં રેડ બ્લડ સેલ્સ ઓછા બનવા લાગે છે.
જ્યારે કિડની સોડિયમ અને પાણીને યોગ્ય રીતે બહાર કાઢી શકતી નથી, ત્યારે ચહેરા, પગની ઘૂંટીઓ અને પગમાં સોજો આવવા લાગે છે
કિડની ફેઈલ થવાના અન્ય સંકેત પણ છે. જેમ કે ભૂખ ના લાગવી, ઉલટી, ઝાડા, શ્વાસ લેવામાં સમસ્યા, સ્કિન પર ખંજવાળ અને ડલ થઈ જવી વગેરે..
જો તમને પણ ઉપર જણાવેલા લક્ષણો દેખાય, તો તાત્કાલિક તબીબનો સંપર્ક સાધવો જોઈએ. શરૂઆતમાં ટેસ્ટ અને સારવારથી કિડનીને બચાવી શકાય છે.