વાસ્તુશાસ્ત્રમાં છોડનું ખૂબ મહત્વ હોય છે. કેટલાક છોડને ખૂબ શુભ માનવામાં આવે છે જેનાથી ઘરમાં સકારાત્મક ઉર્જા પ્રવેશે છે.
વાસ્તુ અનુસાર ત્રણ એવા સુગંધીદાર છોડ છે જેને પોતાના ઘરમાં લગાવવા જોઇએ. તેને ઘરમાં રાખવાથી સુખ-શાંતિ આવે છે.
ગુલાબને પ્રેમનું પ્રતિક માનવામાં આવે છે. પરંતુ તેનો ઉપયોગ પૂજા-પાઠમાં કરવામાં આવે છે. વાસ્તુ પ્રમાણે ઘરમાં ગુલાબનો છોડ રાખવાથી સુખ-શાંતિ આવે છે.
ગુલાબના છોડને દક્ષિણ-પશ્ચિમ દિશામાં રાખવો જોઇએ. તેનાથી ઘરમાં આર્થિક વૃદ્ધિ થાય છે અને સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે.
આ છોડને બાલકની કે આંગણામાં લગાવી શકો છો. જે ઘરમાં ચાલી રહેલી આર્થિક સમસ્યાને દૂર કરવાનું કાર્ય કરે છે.
વાસ્તુશાસ્ત્રમાં જાસૂદના ફૂલને ખૂબ શુભ માનવામાં આવે છે. જેને ઘરમાં લગાવવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે.
આ ફૂલનો ઉપયોગ પૂજા-અર્ચનામાં પણ કરવામાં આવે છે. હનુમાનજીને પણ આ ફૂલ ચઢાવવામાં આવે છે.