વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ઘરમાં અરિસાની દિશાનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. જો ખોટી દિશામાં અરીસો લગાવવામાં આવે તો ઘરની સુખ-સમૃદ્ધિ પ્રભાવિત થાય છે.
વાસ્તુ અનુસાર ઘરમાં દર્પણ લગાવતા ધ્યાન રાખો કે દક્ષિણ કે પશ્ચિમની દીવાલ પર દર્પણ ક્યારેય ન લગાવવું જોઈએ.
વાસ્તુમાં કહેવામાં આવ્યું છે કે દક્ષિણ કે પશ્ચિમ દિશામાં દર્પણ લગાવવાથી નકારાત્મક પ્રભાવ પડે છે અને તમારી મુશ્કેલીઓ વધી શકે છે.
જો તમારા બેડરુમમાં દર્પણ છે તો સૂતા સમયે તેને કોઈ કપડાથી ઢાંકી દો. તેનાથી નકારાત્મક ઉર્જાનો પ્રભાવ ઓછો થઈ જાય છે.
દર્પણ લગાવવાની યોગ્ય દિશા વાસ્તુમાં પૂર્વ કે ઉત્તર ગણવામાં આવી છે. આ દિશામાં દર્પણ લગાવવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ બની રહે છે.
ઘરમાં ભૂલથી પણ ગંદુ દર્પણ ન લગાવવું જોઈએ, તેવું કરવાથી ઘરમાં નકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. તેથી દર્પણને હંમેશા સાફ રાખો.