ઘર પર જો તમે પૂજા કરો છો, તો પૂજાની થાળીમાં હંમેશા આ વસ્તુઓ જરુર રાખવી જોઈએ. આવો જાણીએ ઘરની પૂજાની થાળીમાં કઈ-કઈ વસ્તુઓ રાખવી જોઈએ.
ઘરની પૂજાની થાળીમાં હળદર રાખો. તેનો ઉપયોગ શુભ કાર્યોમાં પહેલા થાય છે. ગુરુ ગ્રહને પીળી વસ્તુઓ પ્રિય હોવાથી હળદરથી ગુરુ ગ્રહ પણ મજબૂત થાય છે.
શંખ વગાડવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા બની રહે છે. શંખને પૂજા સમાપ્ત થયા પછી વગાડવો જોઈએ.
ઘરની પૂજા થાળીમાં અગરબત્તીને સામેલ કરો. પૂજા દરમિયાન અગરબત્તીને પ્રગટાવી જોઈએ.
જ્યોતિષ શાસ્ત્રો અનુસાર દેવી-દેવતાને ફૂલ અર્પણ કરવા શુભ ગણાય છે.