દરેક વ્યક્તિ સખત મહેનત કરતી વખતે ચોક્કસપણે સફળતા વિશે વિચારતા હોય છે. ચાલો જાણીએ કે આચાર્ય ચાણક્યએ સફળતા વિશે શું કહ્યું છે?
આચાર્ય ચાણક્યએ કહ્યું કે, સમજદાર માણસ પોતાનું કામ શરૂ કરતા પહેલા સમયને ચોક્કસ તપાસવો જોઈએ. સમય અનુકૂળ ન હોય તો રાહ જોવી જોઈએ.
કોઈ પણ કામ શરૂ કરતા પહેલા ત્રણ વાતો પર ધ્યાન આપવું જોઈએ, પ્રથમ કામ શા માટે કરવામાં આવે છે?, બીજું આનું પરિણામ શું આવાનું છે? અને ત્રીજી વાત, સફળતા મળશે કે નહીં.
જો તમે ભૂલ કરો છો, તો તેનો પસ્તાવો કરશો નહીં. આ ભૂલોમાંથી શીખીને ભવિષ્યને સુધારવાનો પ્રયાસ કરવો જોઈએ.
જો મહેનત કર્યા પછી પૈસા મળે અથવા પૈસા મેળવવા માટે ધર્મનો ત્યાગ કરવો પડે, જેના માટે શત્રુને આધીન રહેવું પડે તેવા ધન તરફ ક્યારેય આકર્ષિત ન થવું જોઈએ. આ રીતે પૈસા કમાવા વ્યર્થ છે.
આચાર્ય ચાણક્યએ કહ્યું કે જે રીતે હજારો પશુઓમાં વાછરડું પોતાની માતાને ગોતી લે છે, તેવી જ રીતે તમારા કર્મનું ફળ તમને મળશે.
એક સમજદાર માણસ એ જ હોય શકે જે તેમની કમાણી અને ખર્ચને મેનેજ કરે. જે વ્યક્તિ વધારે ખર્ચ કરે છે તે મુશ્કેલીઓમાં જ રહે છે.
આચાર્ય ચાણક્યની આ ત્રણ વાતોનું પાલન કરવાથી જીવનમાં આસાનીથી સફળતા મળી જશે.
આધ્યાત્મને લગતી તમામ માહિતી મેળવવા ગુજરાતી જાગરણ સાથે જોડાયેલા રહો.