Jyotish Tips: નવી કાર ખરીદતા પહેલા આ વાતનું રાખો ધ્યાન, નહીંતર પસ્તાશો


By Sanket M Parekh05, Aug 2023 04:18 PMgujaratijagran.com

નવું વાહન

નવી કાર ખરીદવા દરેક જણનું સપનું હોય છે. આજે અમે તમને જણાવીશું, જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, વાહન ખરીદતા પહેલા તમારે કંઈ વાતનું ધ્યાન રાખવું જોઈએ.

કાર

વાસ્તુ નિયમોનું પાલન કરવાથી નવું વાહન ખરીદ્યા બાદ હંમેશા શુભ ફળ મળે છે. વાસ્તુ ઉપાયોનું પાલન કરવાથી સકારાત્મક્તા આવે છે.

પૂનમની તિથિ

કોઈપણ મહિનાની પૂનમની તિથિના 10 દિવસ પહેલા અથવા 10 દિવ બાદ કોઈ પણ શુભ દિવસે નવું વાહન ખરીદી શકો છે. નવી કારને કોઈ પણ શુભ દિવસે ખરીદવું જોઈએ.

દિવસ

પૂનમના 11માં દિવસ અને 15માં દિવસે નવું વાહન ખરીદવાથી બચવું જોઈએ. શનિવારના દિવસે ક્યારેય ગાડી ના ખરીદવી જોઈએ.

પાર્કિંગ પસંદ કરો

વાહન ખરીદતા પહેલા પાર્કિંગનું યોગ્ય સ્થાન પસંદ કરી લો. વ્યવસ્થિત પાર્કિંગ પોઝિટિવ એનર્જીના પ્રવાહમાં યોગદાન આપે છે. નવી ગાડીને કોઈ નેગેટિવ જગ્યાએ ઉભી કરવાથી તેમાં નકારાત્મક ઉર્જા આવે છે.

રંગ

સિલ્વર, વ્હાઈટ અને અન્ય લાઈટ કલરની કાર ખરીદવી શુભ માનવામાં આવે છે. જે રંગ પોઝિટિવિટી અને પવિત્રતા સાથે સંકળાયેલો હોય છે.

યોગ્ય દિશા

કારને ઉત્તર-પશ્ચિમ દિશામાં ઉભી કરવાની સલાહ આપવામાં આવે છે. માનવામાં આવે છે કે, આ દિશામાં કાર ઉભી રાખવાથી સકારાત્મક ઉર્જા વધારે આવે છે.

જાળવણી

ઘરની જેમ વાહનને પણ સાફ રાખવાથી નેગેટિવ એનર્જી તમારી ગાડીથી દૂર રહે છે. તમારી ગાડીનું ઈન્ટીરિયર પણ પણ સારી રીતે કરાવો. કારની અંદર નકામો સામાન રાખવાનું ટાળો.

Swapna Shastra: સપનામાં દૂધ દેખાવાથી ખુલે છે ભવિષ્યના ઘણા રાજ